Nadiad

નડિયાદ મહાનગરપાલિકા ના વોર્ડ નં. 6માં પ્રથમ 2 રાઉન્ડનની ગણતરી પૂર્ણ

(પ્રતિનિધિ) નડિયાદ, તા.28
આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી ખૂબ જ ઉત્સાહભર્યા માહોલમાં ચાલી રહી છે. નડિયાદ મહાનગરપાલિકાના 13 વોર્ડની કુલ 49 બેઠકો માટેની મતગણતરી હાથ ધરવામાં આવી છે, જેમાં વહેલી સવારથી જ ઉમેદવારો અને સમર્થકોના જીવ અધ્ધર છે. ખાસ કરીને વોર્ડ નંબર 6 ના પ્રથમ બે રાઉન્ડના પરિણામો સામે આવતા જ રાજકીય ગરમાવો વધી ગયો છે, જેમાં ભાજપની આખી પેનલ સ્પષ્ટ રીતે આગળ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. રિપુ સુશીલભાઈ પટેલ (રચુ) અને તેમની ટીમ મજબૂત સરસાઈ મેળવી રહી હોય તેવું ચિત્ર હાલમાં દેખાઈ રહ્યું છે.
ઉમેદવારનું નામ પક્ષ કુલ મળેલ મતો
રિપુ સુશીલભાઈ પટેલ (રચુ) ભાજપ 2572
શિલ્પકુમાર રાજેન્દ્રભાઈ પટેલ (દાસ) ભાજપ 2189
અમૃતભાઈ રાવજીભાઈ પરમાર (પૂર્વ સરપંચ) ભાજપ 2074
સાનુ નિતેશભાઈ પટેલ (નાના બીબાભાઈ) ભાજપ 1965
મહેન્દ્રકુમાર જયંતીલાલ રાણા અપક્ષ 947
અનિરુદ્ધસિંહ ભારતસિંહ પરમાર કોંગ્રેસ 909
ચિરાગભાઈ અશ્વિનભાઈ પરીખ (વકીલ) કોંગ્રેસ 416
કામિનીબેન ભાવેશભાઈ કસારા કોંગ્રેસ 397
છાયાબેન કિરણકુમાર પ્રજાપતિ કોંગ્રેસ 388
ઉપરના પૈકી કોઈ નહીં (NOTA) – 36

Most Popular

To Top