Gujarat

મહેસાણા મનપામાં પટાવાળા બન્યા કોર્પોરેટર

ગાંધીનગર: મહેસાણા મહાનગરપાલિકા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ વોર્ડ નંબર 13માં ભવ્ય જીત મેળવી છે. આ વોર્ડમાં ભાજપની આખી પેનલ વિજયી બની છે, જેમાં સૌથી વધુ ચર્ચામાં રહેલું નામ રમેશ ભીલનું છે. રમેશ ભીલ અગાઉ ભાજપના કમલમ કાર્યાલયમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા હતા અને હવે તેઓ કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવ્યા છે. સામાન્ય કાર્યકરથી લઈને ચૂંટાયેલા પ્રતિનિધિ સુધીની તેમની સફર રાજકીય ક્ષેત્રમાં પ્રેરણારૂપ માનવામાં આવી રહી છે. વર્ષોથી પાર્ટી માટે નિષ્ઠાપૂર્વક સેવા આપતા રમેશ ભીલ પોતાની સાદગી, મહેનત અને લોકો સાથેના નજીકના સંબંધોના કારણે મતદારોનો વિશ્વાસ જીતવામાં સફળ રહ્યા છે. જીત બાદ રમેશ ભીલે મતદારોનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે તેઓ પ્રજાએ મુકેલા વિશ્વાસ પર ખરા ઉતરશે અને વોર્ડના વિકાસ માટે સમર્પિત રીતે કામ કરશે. ખાસ વાત એ છે કે કોર્પોરેટર બન્યા બાદ પણ તેઓ પોતાની પટાવાળા તરીકેની નોકરી ચાલુ રાખવાની ઈચ્છા વ્યક્ત કરી છે.આ જીત સાથે મહેસાણા શહેરમાં ભાજપે પોતાનું પ્રભુત્વ વધુ મજબૂત બનાવ્યું છે અને રમેશ ભીલ જેવા કાર્યકરો પાર્ટીની મજબૂત નીવ તરીકે ઉભરી આવ્યા છે.

Most Popular

To Top