Sukhsar

ફતેપુરા તાલુકા પંચાયતમાં ત્રિકોણીય જંગ: ભાજપ સૌથી મોટી પાર્ટી, AAPનો ચોંકાવનારો ઉછાળો

18માંથી 7 બેઠકો સાથે ભાજપ પ્રથમ સ્થાને, કોંગ્રેસ 4 બેઠકો સુધી સીમિત
AAPએ 5 બેઠકો જીતી નોંધાવી મજબૂત હાજરી, 2 બેઠકો અપક્ષના ખાતામાં

દા

સુખસર:
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકા પંચાયતની કુલ 18 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં રસપ્રદ અને ત્રિકોણીય રાજકીય ચિત્ર સામે આવ્યું છે. ભાજપે 7 બેઠકો જીતતા સૌથી મોટી પાર્ટી તરીકે સ્થાન મેળવ્યું છે, પરંતુ સ્પષ્ટ બહુમતીથી દૂર રહ્યું છે. કોંગ્રેસને માત્ર 4 બેઠકો મળતા પરંપરાગત મતબેંકમાં ઘટાડો નોંધાયો છે.
આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 5 બેઠકો જીતતા સ્થાનિક રાજકારણમાં નોંધપાત્ર પ્રવેશ કર્યો છે અને ત્રીજા મજબૂત વિકલ્પ તરીકે ઉભરી આવી છે. ઉપરાંત 2 બેઠકો અપક્ષ ઉમેદવારોના ખાતામાં જતા આગામી સત્તા રચનામાં તેમની ભૂમિકા મહત્વપૂર્ણ બની શકે છે.

રિપોર્ટર: બાબુભાઈ સોલંકી

Most Popular

To Top