National

ડેરા પ્રમુખ રામ રહીમ દોષિત, 12મી ઓક્ટોબરે સજા નક્કી થશે

રામ રહીમ ડેરાના મેનેજર રણજીત સિંહની હત્યાના (Ranjeet Sinh Murder) કેસમાં બાબા રામ રહીમ સહિત 5 આરોપીઓને CBI ની વિશેષ કોર્ટે દોષિત જાહેર કર્યા છે. તમામ દોષિતોને આગામી તા. 12 ઓક્ટોબરના રોજ સજા સંભળાવવામાં આવશે. આ કેસમાં બાબા ગુરમીત રામ રહીમ (Baba Gurmeet Ram Rahim) સહિત કૃષ્ણ લાલ, જસવીર સબદિલ અને અવતાર આરોપી છે. ગુરમીત રામ રહીમ પહેલેથી જ રોહતકની સુનારિયા જેલમાં બે સાધ્વીઓ પર બળાત્કાર અને પત્રકાર રામચંદ્ર છત્રપતિ હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે.

રણજીત સિંહ ડેરાનો મેનેજર હતો, જેની ઘણા વર્ષો પહેલા હત્યા કરવામાં આવી હતી. આ મામલો CBIને સોંપવામાં આવ્યો હતો. આ કેસમાં CBI દ્વારા પુરાવા એકત્ર કરવામાં આવ્યા હતા. કેસની સુનાવણી આ વર્ષે ઘણી વખત મુલતવી રાખવામાં આવી હતી. આખરે, રણજીત સિંહ હત્યા કેસમાં કોર્ટે રામ રહીમને દોષિત ઠેરવવામાં આવ્યા છે. હવે 12 ઓક્ટોબરના રોજ સજા સંભળાવવામાં આવશે.

આ કેસમાં શુક્રવારે યોજાયેલી સુનાવણી દરમિયાન તમામ આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. કોર્ટ આ કેસમાં પોતાનો પહેલો ચુકાદો 26 ઓગસ્ટના રોજ સંભળાવ્યો હતો. ફરિયાદીના વકીલ એચપીએસ વર્માએ કહ્યું કે 19 વર્ષ જૂના આ કેસમાં 12 ઓગસ્ટના રોજ બચાવ પક્ષની અંતિમ દલીલો પૂર્ણ થઈ હતી. CBIના જજ ડો.સુશીલ કુમાર ગર્ગની કોર્ટમાં લગભગ અઢી કલાકની ચર્ચા બાદ આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા હતા.

આ અગાઉ 10 જુલાઈ 2022ના ડેરાની વ્યવસ્થાપક સમિતિના મેનેજર રહેલા કુરુક્ષેત્રના રણજીત સિંહનું મર્ડર થયું હતું. ડેરાના પ્રબંધનને શંકા હતી કે, રણજીત સિંહએ સાધ્વીનું યૌનશોષણ અંગેની ચિઠ્ઠી પોતાની બહેન પાસે લખાવી હતી. પોલીસની તપાસમાં અસંતુષ્ટ રણજીતના પિતાએ જાન્યુઆરી 2023માં હાઈકોર્ટમાં અરજી દાખલ કરી સીબીઆઈ તપાસની માંગ કરી હતી. સીબીઆઈએ તપાસ કરી આરોપીઓ પર કેસ નોંધ્યો હતો. 2007માં કોર્ટે આરોપીઓ પર ચાર્જ ફ્રેમ કર્યા હતા. ગુરમીત રામ રહીમને સાધ્વીઓ સાથેના બળાત્કારના કેસમાં પહેલેથી જ 20 વર્ષની સજા થઈ ચૂકી છે. પત્રકાર રામચંદ્ર છત્રપતિ હત્યાકાંડમાં તે ઉંમરકેદની સજા સુનારિયા જેલમાં કાપી રહ્યાં છે.

Most Popular

To Top