National

સપા સુપ્રીમો અખિલેશ યાદવ ચૂંટણી નહીં લડે, કન્નૌજથી તેજ પ્રતાપ હશે ઉમેદવાર

સમાજવાદી પાર્ટીએ (Sapa) સોમવારે કન્નૌજ સીટ માટે ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. આ સીટ પર તેજ પ્રતાપ યાદવને (Tej Pratap Yadav) ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અખિલેશ યાદવ (Akhilesh Yadav) લોકસભાની ચૂંટણી નહીં લડે. પાર્ટીની જે નવી યાદી બહાર આવી છે તેનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે પાર્ટી ચીફ કન્નૌજ સીટ પરથી ચૂંટણી નહીં લડે.

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને હવે બીજા તબક્કાના મતદાનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. દરમિયાન સમાજવાદી પાર્ટીએ તેના ઉમેદવારોની આગામી યાદી જાહેર કરી છે જેમાં તેજ પ્રતાપ યાદવને કન્નૌજથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે જ્યારે સનાતન પાંડેને બલિયાથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. સૌથી મોટા સમાચાર એ છે કે સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અખિલેશ યાદવ લોકસભાની ચૂંટણી નહીં લડે. પાર્ટીની જે નવી યાદી બહાર આવી છે તેનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે પાર્ટી ચીફ કન્નૌજ સીટ પરથી ચૂંટણી નહીં લડે. અહીંથી તેમણે આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના જમાઈ તેજ પ્રતાપ યાદવને તક આપી છે. કન્નૌજ સીટ માત્ર યાદવ પરિવાર પાસે છે.

છેલ્લા ઘણા દિવસોથી સપા પ્રમુખ અખિલેશ યાદવ કન્નૌજ સીટ પરથી ચૂંટણી લડશે તેવી અટકળો ચાલી રહી હતી, જેનો આજે અંત આવ્યો છે. કન્નૌજના સ્થાનિક નેતાઓ પણ ઇચ્છતા હતા કે અખિલેશ યાદવ આ બેઠક પરથી ચૂંટણી લડે. અટકળોને તે સમયે વેગ મળ્યો જ્યારે અખિલેશ ગુરુવારે કન્નૌજ પહોંચ્યા અને જ્યારે લોકોએ પૂછ્યું કે આ બેઠક પરથી કોણ ઉમેદવાર હશે તો અખિલેશે કહ્યું હતું કે સપાનું ચૂંટણી ચિન્હ સાયકલ છે અને અહીં હું જ છું. એવી અટકળો હતી કે સપા પ્રમુખ આ બેઠક પરથી ચૂંટણી લડશે, પરંતુ હવે મૈનપુરીના પૂર્વ સાંસદ તેજ પ્રતાપ યાદવ અહીંથી ચૂંટણી લડશે.

કન્નૌજ સીટ સપા માટે મહત્વની
કહેવામાં આવી રહ્યું છે કે પાર્ટીએ ખાસ પ્લાન બનાવીને તેજ પ્રતાપને આ સીટ પરથી ઉતાર્યા છે. કન્નૌજ બેઠક પરથી ગત ચૂંટણીમાં સપાના ઉમેદવાર ડિમ્પલ યાદવ ચૂંટણી હારી ગયા હતા. તેઓને ભાજપના સુબ્રતો પાઠકે હરાવ્યા હતા. કન્નૌજ સીટ સપા માટે ઘણી મહત્વની છે. પાર્ટી 1998 થી 2014 સુધી અહીંથી જીતતી રહી છે.

Most Popular

To Top