Vadodara

ઇસ્કોન મંદિરમાંથી ચોરી થયેલો સામાન પોલીસે પરત કર્યો 

  • પોલીસે 20.73 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો હતો 
  • ડીસીપી અભય સોની તથા ટીમે મંદિરના કર્તાહર્તાને સમાન સોંપ્યો 

શહેરના ઇસ્કૉન મંદિરમાંથી સોના ચાંદીના ઘરેણાં તેમજ ભગવાનના શણગારના સામાનની ચોરી થઇ હતી. જો કે પોલીસે ગણતરીના દિવસોમાં તસ્કરને ઝડપી પાડ્યો હતો અને મુદ્દામાલ રિકવર કર્યો હતો. પોલીસે રિકવર કરેલા ચોરીના મુદ્દામાલને મંદિરના સંચાલકોને સુપરત કર્યો છે. મંદિરના સંચાલકોએ પણ પોલીસ વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો. ગોત્રી હરીનગર વિસ્તારમાં આવેલા ઇસ્કોન મંદિરમાં તસ્કર ઘુસ્યો હતો અને ગર્ભગૃહમાંથી ભગવાનની પ્રતિમાઓ પર કરેલા શણગાર સહિતના સોના ચાંદીના ચોરી કર્યા બાદ એક બેગમાં ભરીના બિલ્લી પગે ફરાર થઇ ગયો હતો. પંરતુ ગર્ભગૃહના કેમેરામાં આરોપી કંડારાઇ ગયો હતો. જેથી ગોત્રી પોલીસ સહિત ડીસીબી, પીસીબી અને એલસીબી સહિતની વિવિધ ટીમો તસ્કરને શોધવા કામે લાગી હતી. જેમાં આરોપીને પીસીબીએ નાગપુર ખાતેથી ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ  20.73 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો હતો અને આરોપી  સંતોષ ઉર્ફે અંતર્યામી પ્રેમાનંદ ઉર્ફે પ્રેમાદાસ ( રહે. બાલીવાડા, જિ.ગંજામ, ઓરિસ્સા)ને  ઝડપી પાડ્યો હતો. પોલીસે રિકવર કરેલા મુદ્દામાલને શનિવારે પોલીસે મંદરીના સંચાલકોને સુપરત કર્યો હતો.ડીસીપી અભય સોની તેમજ અન્ય પોલીસ કર્મીઓ દ્વારા મંદિર ખાતે જઈને આ મુદ્દામાલ સોંપવામાં આવ્યો હતો. મંદિરના સંચાલકોએ પણ પોલીસ વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો. 

Most Popular

To Top