Vadodara

કમાટીબાગમાં  જતા પહેલા ચેતજો ! મુલાકાતીઓના વાહનની ચોરી થતા ફરિયાદ

કમાટીબાગના ગેટ નં ૨ અને ૩ પાસે પાર્ક કરેલા બે વાહનોની ચોરી

હાલ વિવિધ શાળા કોલેજમાં ઉનાળુ વેકેશન શરૂ થઈ ગયું છે ત્યારે મોટી સંખ્યામાં શહેરીજનો તેમજ શહેર બહારના લોકો ખાસ કમાટીબાગની મુલાકાત માટે મોટી સંખ્યામાં આવતા હોય છે. ત્યારે કમાટી બાગ ની બહાર ખાસ ટુવિલર તેમજ ફોર વિલર માટે અલગથી પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે ત્યારે પાર્કિંગમાંથી મુલાકાત માટે આવેલા બે મુલાકાતીઓના વાહન ની ચોરી થઈ હતી જે બાબતે બંને વે સયાજીગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

ઉનાળા વેકેશનની શરૂઆત થતાં જ અનેક પરિવારો ફરવા માટે તેમજ કમાટી બાગમાં આવેલા પ્રાણીસંગ્રહાલય તેમજ મ્યુઝિયમ ની મુલાકાત માટે આવતા હોય છે. ઉનાળા દરમિયાન જ કમાટીબાગમાં મોટી સંખ્યામાં લોકો આવતા હોવાનું નજરે પડે છે અને રજાના દિવસોમાં તો ખાસ સમગ્ર સંગ્રહાલય લોકોથી ભરેલું જોવા મળે છે. ત્યારે નિઝામપુરા વિસ્તારમાં રહેતી યુવતી નું ટુવિલર કમાટીબાગના ગેટ નંબર ત્રણ પાસે પાર્કિંગમાં મૂક્યું હતું. જ્યાં પાર્કિંગમાંથી તેનું વાહન ચોરી થયું હતું. જે અંગે તેને સયાજીગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જ્યારે અન્ય એક બનાવમાં મૂળ ભરૂચના પરંતુ હાલ અકોટા  વિસ્તારમાં રહેતા એક યુવકની બાઈક પણ કમાટીબાગના ગેટ નંબર બે પાસેથી ચોરાઈ હતી. જેની ફરિયાદ પણ સયાજીગંજ પોલીસ મથકમાં જ કરવામાં આવી હતી. જોકે પાર્કિંગમાં પણ વાહનપાર્ક કર્યા છતાં પણ અને ભરચક વિસ્તાર માંથી પણ વાહન ચોરો સરળતા થી વાહનની ચોરી કરતા હોવાના કિસ્સા દરરોજ બની રહ્યા છે ત્યારે પોલીસ ક્યાંક ને ક્યાંક આ બનાવને હળવાશમાં લેતી હોવાનું જોવા મળી રહ્યું છે.

Most Popular

To Top