National

રામનવમી હિંસા મામલે સીએમ મમતા બેનર્જીએ કહ્યું, ‘ભાજપે હુમલો કરાવ્યો…’

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના (West Bengal) મુર્શિદાબાદ (Murshidabad) અને મેદિનીપુરમાં (Medinipur) રામ નવમી (Ram Navami) દરમિયાન થયેલી હિંસાને (Violence) મામલે ભાજપ અને મમતા સરકાર સામ સામે આવી ગઇ છે. આ મામલે તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ એકબીજા પર પ્રહારો કરી રહ્યા છે. ઘટના બાદ ભાજપી નેતાએ ઘટનાને મમતા સરકારની બેદરકારી ગણાવી તો બીજી તરફ સીએમ મમતા બેનર્જીએ (Mamata Banerjee) કહ્યું કે ભાજપે હિંસા ભડકાવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ TMC ચીફ મમતા બેનર્જીએ રાયગંજમાં સભાને સંબોધતા કહ્યું કે પશ્ચિમ બંગાળમાં રામ નવમીના તહેવાર દરમિયાન ભાજપે હિંસા ભડકાવી છે. રામ નવમીની શોભાયાત્રાને હથિયારો સાથે કાઢવાનો અધિકાર કોણે આપ્યો? અગાવ હાઈકોર્ટે હથિયાર વિના રેલી યોજવાનો આદેશ આપ્યો હતો ત્યારે પણ ભાજપના સમર્થકોએ રેલીમાં હથિયારોનો ઉપયોગ કરીને તોફાનો ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો.

સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે ભાજપે મુર્શિદાબાદના ડીઆઈજીને હટાવ્યા જેથી તેઓ હંગામો કરી શકે. તેમજ ભાજપે અગાવથી જ રામનવમીના દિવસે હંગામો મચાવવાની યોજના બનાવી હતી. મમતાએ કહ્યું, “તમે જાણો છો કે ગઈકાલે બીજેપીએ હુમલો કરાવ્યો હતો. આ હુમલામાં પોલીસને ઈજા થઈ છે. એક ધર્મના લોકોનું શિરચ્છેદ કરવામાં આવ્યું છે. તેમજ ઘટના દરમિયાન ભાજપ ધારાસભ્ય દળ બળ સાથે આવ્યો હતો.’

ભાજપે શું કહ્યું?
સમગ્ર મામલે પશ્ચિમ બંગાળના બીજેપી અધ્યક્ષ સુકાંત મજુમદારે દાવો કર્યો હતો કે રામ નવમીના શોભાયાત્રા પર ટીએમસીના લોકોએ હુમલો કર્યો હતો. સીએમ મમતા બેનર્જીએ લોકોને ભડકાવવાનો પ્રયાસ કર્યો હતો. અમે ઈચ્છીએ છીએ કે NIA આ મામલાની તપાસ કરે.

રામ નવમીના દિવસે હિંસા થઈ હતી
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના શક્તિપુરમાં 17 એપ્રિલના રોજ રામ નવમીની શોભાયાત્રા દરમિયાન થયેલા વિસ્ફોટમાં એક મહિલા ઘાયલ થઈ હતી. તેમજ પોલીસે આ સંદર્ભે માહિતી શેર કરી હતી.

CMએ કોમી રમખાણો ફાટી નીકળવાની ચેતવણી આપી હતી
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મુર્શિદાબાદમાં રામ નવમી પર કોમી રમખાણો ફાટી નીકળવાની ચેતવણી આપ્યાના થોડા દિવસો બાદ જ આ ઘટના બની છે. સીએમ મમતાએ સોમવારે કહ્યું હતું કે, “આજે પણ મુર્શિદાબાદના ડીઆઈજીને ભાજપના નિર્દેશ પર જ બદલવામાં આવ્યા હતા.

હવે જો મુર્શિદાબાદ અને માલદામાં રમખાણો થશે તો તેની જવાબદારી ચૂંટણી પંચની રહેશે. ભાજપ તોફાનો અને હિંસા ભડકાવવા પોલીસ અધિકારીઓને બદલવા માંગતી હતી. જો એક પણ હુલ્લડ થાય તો ECI જવાબદાર રહેશે કારણ કે તેઓ અહીં કાયદો અને વ્યવસ્થાનું ધ્યાન રાખે છે.”

Most Popular

To Top