SURAT

એક લાખ લોકો સાથે વાજતે ગાજતે રેલી લઈ નીકળેલા સી.આર. પાટીલ ફોર્મ ભરી શક્યા નહીં, હવે શું થશે?

નવસારીSurat): ગુજરાત (Gujarat) ભાજપ (BJP) પ્રદેશના પ્રમુખ અને નવસારી (Navsari) લોકસભા (Loksabha) બેઠકના ભાજપના ઉમેદવાર સી.આર. પાટીલ (CRPatil) આજે તા. 18 એપ્રિલે નક્કી સમયે ઉમેદવારી ફોર્મ ભરી શક્યા નથી. ગીતા રબારી (Gita Rabari), કિર્તીદાન ગઢવી (Kirtidan Gadhvi) જેવા કલાકારો અને 1 લાખની જનમેદની સાથે રેલી સ્વરૂપે સવારથી સી.આર. પાટીલની રેલી નીકળી હતી, પરંતુ તેઓ સમયસર નવસારી જિલ્લા કલેક્ટરની (Surat District Collector) કચેરી પર પહોંચી શક્યા નહોતા, તેના લીધે ફોર્મ ભરી શક્યા નથી.

  • સી આર પાટીલ વિજય મુહૂર્ત ચૂકી ગયા
  • ફોમ ભરવાનો સમય નીકળી જતા આવતી કાલે ફોર્મ ભરશે

નવસારી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર સી.આર. પાટીલનો આજે સવારે ભવ્ય રોડ શો નીકળ્યો હતો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર તેમાં હાજર રહ્યાં હતાં. પાટીલની રેલીમાં વિશાળ જંગી મેદની ઉમટી હતી. એક લાખથી વધુ લોકોની વિશાળ વિજય સંકલ્પ રેલીમાં જોડાયા હતા.

નવસારી લોકસભા મધ્યસ્થ કાર્યાલયથી આ વિશાળ રેલી નીકળી હતી. તેમજ નવસારીના લુન્સીકુઈથી જૂનાથાણા થઈ કલેકટર ઓફિસ પહોંચી હતી. લુન્સીકુઈથી જૂનાથાણા થઈ કલેકટર ઓફિસ સુધી આ રેલી નીકળી હતી. સાડી અને સાફામાં સજ્જ મહિલા કાર્યકર્તાઓએ રંગ જમાવ્યો હતો. જેમાં નાસીક ઢોલના તાલે કાર્યકર્તાઓ હાજર રહ્યાં હતાં.

ગીતા રબારી, કિર્તીદાન ગઢવી જેવા લોક કલાકારોએ ગીતો લલકાર્યા હતા. આ રોડ શોમાં અંદાજે 1 લાખ લોકો જોડાયા હતા. આજના રોડ-શોમાં સુરતથી વાહનો સાથે કાર્યકરો જોડાયા હતા. તેમજ નવસારી ખાતે રેલીમાં ગીતા રબારી ડાયરાની જમાવટ કરી હતી. તથા એક લાખથી વધુ લોકોની વિશાળ વિજય સંકલ્પ રેલી નિકળી હતી. 

ગીતા રબારી, કિર્તીદાન ગઢવીનાં ડાયરાની જમાવટ સાથે એક લાખથી વધુ લોકોની વિજય સંકલ્પ રેલી વિજય મુહૂર્ત 12.39 પર સુધી પહોંચી શકી ન હતી. તેથી સી.આર. પાટીલ સમયસર ઉમેદવારી ફોર્મ ભરી શક્યા નહોતા. સી.આર. પાટીલ વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભરવા ઈચ્છતા હતા, પરંતુ રેલીના લીધે મોડું થયું હતું. તેથી પાટીલે આજે ફોર્મ ભરવાનો ઈરાદો પડતો મુક્યો છે.

સી.આર. પાટીલ આજે ઉમેદવારી ફોર્મ નહીં ભરતા આશ્ચર્ય સર્જાયું હતું. હવે પાટીલ ક્યારે ફોર્મ ભરશે તે સવાલો મીડિયા અને રાજકારણીઓમાં ચર્ચાવા લાગ્યો હતો. દરમિયાન સૂત્રો પાસેથી એવું જાણવા મળ્યું છે કે, હવે આવતીકાલે તા. 19 એપ્રિલના રોજ સી.આર. પાટીલ વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભરશે. રોડ-શો પૂર્ણ કરી સી.આર.પાટીલ સહિતના નેતાઓ રવાના થયા છે.

Most Popular

To Top