Dakshin Gujarat

દસ્તાન ફાટક પર 8 વર્ષે બ્રિજ બન્યો, સરકારની રાહ જોયા વિના લોકોએ જાતે જ રામનવમીએ ખુલ્લો મુક્યો!

પલસાણા(Palsana): સુરત (Surat) બારડોલી (Bardoli) હાઈવે ઉપર બનાવવામાં આવેલા બ્રિજનું (Bridge) ઉદઘાટન કરવા માટે તંત્ર પાસે સમય ન હોવાથી છેવટે લોકોએ પોતે જ બ્રિજનું ઉદઘાટન (Innogration) કરી નાંખ્યું છે.

  • આઠ વર્ષથી રેલવે ઓવરબ્રિજની રાહ જોતા લોકોની આખરે ધીરજ ખૂટી
  • 86.49 કરોડનાં ખર્ચે બનાવવામાં આવેલો બ્રિજનું કામ પૂર્મ થતાં જ વાહન વ્યહવાર શરૂ કરી દેવામાં આવ્યો
  • બ્રિજની નીચે સર્વિસ રોડનું કામ ચાલી રહ્યું હોવાથી બ્રિજ હંગામી ધોરણે શરૂ કરાયો હોવાની પણ ચર્ચા

આ બ્રિજનું કામ છેલ્લાં આઠ વર્ષથી ચાલી રહ્યું હતુ. જેના લીધે અહીથી પસાર થતા વાહન ચાલકોને ભારે મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો હતો. છેવટે 8 વર્ષે બ્રિજ તૈયાર થતા લોકોએ નેતા કે તંત્રની રાહ જોયા વગર જાતે જ રામનવમીનાં પવિત્ર દિવસે બ્રિજને ખુલ્લો મૂકી દીધો છે.

સ્થાનિકો સહિત મહારાષ્ટ્રનાં ધૂલિયા તરફ જતા વાહન ચાલકો જેવી કાગડોળે રાહ જોઈ રહ્યા તે પુલ આખરે વાહન વ્યહવાર માટે શરૂ કરી દેવામાં આવ્યો છે. આઠ વર્ષથી લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. આખરે રામનવમીના દિવસે લોકોએ જાતે જ દસ્તાન ઓવરબ્રિજ ખુલ્લો મૂકી દીધો હતો. આઠ વર્ષના લાંબા ઇન્તજાર બાદ બનીને તૈયાર થયેલા રેલવે ઓવરબ્રિજ પરથી બુધવારના રોજ વાહનો પસાર થવા લાગ્યા હતા. જો કે હંગામી ધોરણે બ્રિજ ખુલ્લો મુકવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

પલસાણા તાલુકાના દસ્તાન ગામે સુરત બારડોલી હાઇવે પર આવેલા ફાટક પરનો પુલ છેલ્લા ઘણા વર્ષથી મંથર ગતિએ કામગીરી ચાલી રહી હતી. જેને કારણે સ્થાનિકોએ અનેક વખત વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિકોનાં વિરોધ બાદ પણ તંત્રની આંખ ઉઘડી ન હતી અને પુલની કામગીરી ગોકળગતિએ ટાલી રહી હતી.

2016માં બ્રિજનું ખાતમુહૂર્ત કરાયું હતું
રૂ.86.49 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત 2016માં કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અનેક કારણોસર બ્રિજની કામગીરી થઈ શકી ન હતી. આઠ વર્ષ સુધી લોકોએ અનેક હાલાકીનો સામનો કર્યો હતો. લોકોના ભારે વિરોધ બાદ મંથર ગતિએ ચાલેલી કામગીરી પૂર્ણ થતાં જ રામનવમીના દિવસે ઓવરબ્રિજ લોકોએ જાતે જ ખુલ્લો મૂકી વાહન વ્યવહાર શરૂ કરી દીધો હતો. જો કે હાલમાં બ્રિજની નીચે સર્વિસ રોડની કામગીરી ચાલી રહી હોય ટ્રાફિક સુચારુ રૂપે ચાલે તે માટે હંગામી ધોરણે બ્રિજ પર વાહન વ્યવહાર શરૂ કરાયો હોવાનું જાણવા મળે છે.

આચારસંહિતાના લીધે ઉદ્દઘાટન શક્ય ન હોય લોકોએ જાતે જ ખુલ્લો મુક્યો
હાલમાં લોકસભાની ચૂંટણી હોવાથી સમગ્ર દેશમાં આચાર સંહિતા લાગુ છે. આવી પરિસ્થિતિમાં બ્રિજનું ઉદઘાટન શક્ય નથી. એક તરફ બ્રિજ બની ને તૈયાર છે ત્યારે તેનું લોકાર્પણ ક્યારે થાય અને લોકો ક્યારે તેનો ઉપયોગ કરતા થાય તેવી બેચેની સ્થાનિકો અને વાહન ચાલકો અનુભવી રહ્યા હતા. આથી રામનવમીનાં રોજ લોકએ સ્વયંભૂ જ બ્રિજ પરથી વાહન વ્યહવાર શરૂ કરી બ્રિજનું લોકોર્પણ કરી નાંખ્યું હતું.

Most Popular

To Top