National

બે દિવસ પહેલાં કોંગ્રેસ માટે કડવા શબ્દો બોલનાર ગુલામ નબી આઝાદે ચૂંટણી ન લડવાની જાહેરાત કરી

શ્રીનગર(Shrinagar): ગુલામ નબી આઝાદે (Ghulam Nabi Azade) લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) નહીં લડવાની જાહેરાત કરી છે. તેમની પોતાની પાર્ટી ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી (DPAP)એ તેમને અનંતનાગ બારામુલ્લા (Anantnag Baramulla) બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા હતા, જ્યાંથી તેમણે હવે પોતાનું નામ પાછું ખેંચી લીધું છે.

ગુલામ નબી આઝાદે અનંતનાગમાં પાર્ટીની બેઠક પરથી લોકસભાની ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. હવે આ સીટ પર નેશનલ કોન્ફરન્સ અને પીડીપી વચ્ચે સીધો મુકાબલો થશે. ભાજપે હજુ સુધી અહીં પોતાના પત્તાં ખોલ્યા નથી. ગૃહમંત્રી અમિત શાહે જમ્મુમાં કહ્યું કે ભાજપને કાશ્મીરમાં કોઈ ઉતાવળ નથી. ભાજપે ઉમેદવાર ન ઉતારવા પર જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને બારામુલાથી નેશનલ કોન્ફરન્સના ઉમેદવાર ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે ભાજપને કાશ્મીરમાં પોતાની હારનો અહેસાસ છે, તેથી તે ચૂંટણી લડી રહી નથી.

બે દિવસ પહેલાં કોંગ્રેસ વિશે આકરાં વેણ બોલ્યા હતા
બે દિવસ પહેલાં સોમવારે ગુલામ નબી આઝાદે કોંગ્રેસ પર આકરાં પ્રહાર કરતા કહ્યું હતું કે, ક્યારેક મને લાગે છે કે કોંગ્રેસે કટ્ટર હરીફ ભાજપ સાથે ગઠબંધન કરી લીધું છે. કેમ કે કોંગ્રેસ પોતાના પક્ષને મજબૂત કરવા માટે કોઈ નક્કર પગલાં લઈ રહ્યું નથી. કોંગ્રેસમાં નેતૃત્વની ખામી ઉજાગર કરતા આઝાદે કહ્યું હતું કે, ભાજપની જીત પાછળ કોંગ્રેસના નેતૃત્વની નિષ્ફળતા જવાબદાર છે.

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી આઝાદે કહ્યું કે, ક્યારેક મને શંકા થાય છે કે કોંગ્રેસની ભાજપ સાથે સાંઠગાંઠ છે. આ અગાઉ કોંગ્રેસમાં વ્યવસ્થા પરિવર્તન માટે 23 નેતા સંઘર્ષ કરતા હતા. પરંતુ નેતૃત્વ કશું સાંભળતું નહોતું. જ્યારે કોઈક મુદ્દા ઉઠાવે તો તે નેતાને બળવાખોર ઘોષિત કરી દેવાતા હતા. ભાજપની ભાષા બોલે છે એવું કહેવાતું. ક્યારેક મને લાગે છે કે કોંગ્રેસ જ ઈચ્છે છે કે ભાજપ જીતે.

Most Popular

To Top