Dakshin Gujarat

નવસારી કોંગ્રેસના લોકસભા ઉમેદવારે ગાંધી વેશભૂષા ધારણ કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ

નવસારી: લોકસભા ચૂંટણી (Lok Sabha Elections) નજીક આવતા જ નેતાઓ પોતાની પાર્ટીનો પ્રચાર જોર શોરથી કરી રહ્યા છે. ક્યાક કોઇ નેતા ખેતરમા ઘાસ કાપી રહ્યા છે તો કોઇ ફુલ વેંચી રહ્યા છે. દરમિયાન નવસારી કોંગ્રેસના (Navsari Congress) લોકસભા ઉમેદવારે પણ પોતાની પાર્ટીનો પ્રચાર કરવા માટે અનોખી પધ્ધતિનો ઉપયોગ કર્યો હતો.

નવસારીમાં આગામી લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટી વતી સુરતના ગાંધીવાદી પરિવારમાંથી આવતા નૈષધ દેસાઇને ટીકીટ આપવામાં આવી છે. નૈષધ દેસાઇને ભાજપના પીઢના ગણાતા ઉમેદવાર સી.આર પાટીલની વિરુધ્ધમાં ટીકીટ આપવામાં આવી છે. ત્યારે લોકસભા ચૂંટણીનું ઉમેદવારી પત્ર ભરતી વેળાએ તેઓ એક અનોખો પ્રયોગ કરતા જોવા મળ્ય હતા. તે- ગાંધીજીનો વેશ ધારણ કરી અહીં પહોંચ્યા હતા.

કોંગ્રેસના ઉમેદવાર નૈષેધ દેસાઈએ ઉમેદવારી પત્ર ભરતા પહેલાં મૂડન કરાવ્યું હતું અને ગાંધીજીનો પહેરવેશ ધારણ કર્યો હતો. તેમણે ગાંધી વિચારધારાને અનુસરતા ધોતી-બંડી પહેરી હતી. તેમજ આ જ વેશભૂષામાં પ્રચાર કરવાનો નિર્ણય કર્યો હતો. જેને લઈને ભારે કુતુહુલ પણ સર્જાયું હતું. કારણ કે તેમણે કહ્યું કે મોદીની સલાહ અનુસાર હું જન્મથી ખાદી પહેરું છું. ત્યારે કોંગ્રેસના નેતા થઇ ભઅજપાના વડાની વાતને અનુસરવુ એ કુતુહલ સર્જાવે તેમ હતું.

સમગ્ર મામલે નૈષધ દેસાઇએ કહ્યું હતું કે આ પહેરવેશ ધારણ કરવા પાછળ દિવ્ય કારણ છે. તેઓએ સ્વંત્રતા, સમાનતા પ્રસ્થાપિત કરવા, લોકતંત્ર સંવિધાનની સુરક્ષા કરવા તેમજ નવી પેઢીમાં મહાત્મા ગાંધીના વિચારો અને આદર્શોનો પ્રચાર-પ્રસાર કરવા માટે આ વેશ ધારણ કર્યો છે.  

નૈષધ દેસાઇએ વધુમાં કહ્યું કે ગાંધીના નમક સત્યાગ્રહને યાદ કરીને આવનારી સત્તાના આતંક સામે યુવા પેઢીને આંદોલન કરવાની પ્રેરણા આપવા તેમજ સત્યાગ્રહની પ્રેરણા આપવા માટે મેં આ ગાંધી વેશ ધારણ કર્યો છે. તેમજ આગામી 7 તારીખે થનારા મતદાન સુધી મારો આ પહેરવેશ રહેશે.

આ સાથે જ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે કહ્યું કે ચૂંટણી સમયે સરકારના પૈસે મોટા મોટા સ્ટેજ બનાવી અને લાખો રૂપિયાનું પાની કરી ચૂંટણીનો પ્રચાર કરવો એ તેમની નીતી છે. જેથી અમે આવનાર સમયમાં અને ખાસ કરીને આગામી લોકસભા ચૂંટણીમાં તામારા આર્શીવાદ, સાથ, સહાકારની અપેક્ષા રાખીએ છીયે. તેમજ ગાંધીના ગુજરાતને ગેરમાર્ગે દોરનાર અટલ બિહારી વાજપાયીના મતોને અનુસરનાર વડાપ્રધાન મોદીના હનુમાન એવા સી.આર પાટીલને હરાવવા માટે તમને અપીલ કરીયે છીએ.

Most Popular

To Top