National

શ્રીનગરની જેલમ નદીમાં શાળાના બાળકોને લઈ જતી બોટ પલટી, 6નાં મોત, 5નું રેસ્ક્યુ

શ્રીનગર: શ્રીનગરના (Srinagar) બટવારમાં મંગળવારે સવારે જેલમ નદીમાં (River Jhelum) મુસાફરોથી ભરેલી બોટ (Boat) પલટી ગઈ હતી. આ બોટ ગાંડાબલથી શ્રીનગરના બટવાડા જઇ રહી હતી, જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ સહિત 12થી વધુ લોકો સવાર હતા. બોટ પલટી જવાથી 6 લોકોના મોત થયા હતા, જ્યારે ત્રણ લોકોની શ્રીનગરની SMDS હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં મંગળવારે સવારે એક મોટી દુર્ઘટના થઈ હતી. શ્રીનગરના બટવારા પાસે જેલમ નદીમાં શાળાના બાળકોને લઈ જતી બોટ પલટી ગઇ હતી. બોટ પલટતા 6 લોકોના નદીમાં ડૂબીવાથી મોત થયા હતા. તેમજ 5 વ્યક્તિઓને બચાવી લેવામાં આવ્યા છે, જેમાંથી મોટાભાગના બાળકો છે. તેમજ દરેકને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. અકસ્માતમાં ત્રણ બાળકો ગુમ છે. જેમનું સર્ચ ઓપરેશન ચાલુ છે.

મળતી માહિતી મુજબ શ્રીનગરના ગંડબલ નૌગામ વિસ્તારમાં એક બોટ પલટવાની આ દુર્ઘટનામાં ઘણા લોકો હજુ પણ ગુમ છે, તેમજ બચાવ કામગીરી ચાલી રહી છે. બીજી બાજુ સ્થાનિક લોકોએ રસ્તો રોકીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ બોટમાં મોટાભાગના બાળકો મુસાફરી કરી રહ્યા હતા.

શ્રીનગરના ડીસી ડો. બિલાલ મોહી-ઉદ્દીન ભટની સૂચના પર, માનવ જીવનની સુરક્ષા માટે બચાવ ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. તેમજ શ્રીનગર વહીવટીતંત્ર બટવારા નજીક ગાંડાબલ ખાતે બચાવ કામગીરી શરૂ કરી હતી, જ્યાં આજે સવારે જેલમ નદીમાં એક હોડી પલટી ગઈ હતી.

લોકો દરરોજ બોટ દ્વારા જેલમ પાર કરતા હતા
સ્થાનિક બોટ માલિકો દરરોજ લોકોને ગાંદરબલથી બટવારા લઈ જાય છે. આજે જે બોટ પલટી ગઈ તેમાં શાળાના બાળકો, તેમના માતા-પિતા સહિત ઘણા મજૂરો પણ સવાર હતા. તેમજ ડૂબનારા આ લોકો દરરોજ આવી જ બોટમાં જેલમ નદી પાર કરતા હતા.

જેલમ નદી ખતરાના નિશાનની નજીક વહી રહી હતી
પ્રાપ્ત વિગતો મુજબ કાશ્મીરની ઘાટીમાં હવામાન ખરાબ છે. છેલ્લા 72 કલાકમાં ભારે વરસાદને કારણે જેલમ નદી ખતરાના નિશાનની નજીક વહી રહી હતી. તેમજ રાજ્યમાં અતિવૃષ્ટિની ચેતવણી પણ જારી કરવામાં આવી હતી.

પૂંચમાં ચાર લોકોને બચાવી લેવાયા
બીજી તરફ પુંછ જિલ્લાના મેંધર સબ ડિવિઝનમાં સતત વરસાદને કારણે લોકોની મુશ્કેલીઓ વધી ગઈ હતી. મેંધરના છત્રાલ વિસ્તારમાં નદીની વચ્ચે જોરદાર પ્રવાહમાં ફસાયેલા ચાર લોકોને બચાવી લેવાયા હતા. વરસાદના કારણે નદી-નાળાઓ ઉભરાઈ રહ્યા છે. પ્રશાસન દ્વારા નદીઓ પાસે ન રહેવા માટે એલર્ટ આપવામાં આવ્યું હતું.

Most Popular

To Top