World

અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં પૂરે તબાહી મચાવી, 57 લોકો અને 250થી વધુ પશુઓના મોત

નવી દિલ્હી: અફઘાનિસ્તાન (Afghanistan) અને પાકિસ્તાનમાં (Pakistan) ભારે વરસાદ અને વીજળી પડવાથી 57 લોકોના મોત થયા છે. તેમજ બંને દેશોમાં એક હજારથી વધુ ઘરોને નુકસાન થયું હતું અને 250 થી વધુ પ્રાણીઓના પણ મૃત્યુ થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે.

મૃત્યુ પામેલા લોકોમાં અફઘાનિસ્તાનના 33 અને પાકિસ્તાનના 24 લોકોનો સમાવેશ થાય છે. પાકિસ્તાનમાં સૌથી વધુ મોત પંજાબ પ્રાંતમાં નોંધાયા છે. બંને દેશોના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ભારે વરસાદની સંભાવના છે. જેથી ત્યાંની સ્થિતી વધુ બગડે તેની સંભઅવના છે.

તાલિબાનના પ્રાકૃતિક આપત્તિ વ્યવસ્થાપન મંત્રાલયના પ્રવક્તા અબ્દુલ્લા જનાન શેખે જણાવ્યું હતું કે પૂરને કારણે રાજધાની કાબુલ અને દેશના અન્ય ઘણા પ્રાંતોને અસર થઈ છે. તેમજ પૂરને કારણે લગભગ 800 હેક્ટરનો પાક નાશ પામ્યો છે અને જાહેર રસ્તાઓને પણ નુકસાન થયું છે.

સૌથી વધુ નુકસાન પશ્ચિમ ફરાહ, હેરાત, દક્ષિણી ઝાબુલ અને કંદહાર પ્રાંતમાં થયું છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે અફઘાનિસ્તાનના 34માંથી મોટાભાગના પ્રાંતોમાં આગામી દિવસોમાં ભારે વરસાદ પડી શકે છે.

વરસાદે વિનાશ સર્જ્યો
તાલિબાનના પ્રવક્તા અબ્દુલ્લા જનાને જણાવ્યું હતું કે પૂરને કારણે 600 થી વધુ મકાનો નાશ પામ્યા છે અથવા તે મકાનોને ભારે નુકસાન થયું છે. જેનો યોગ્ય આંકડો સ્થિતી થોડી સાજી થયા બાદ જ જાણી શકાશે. તેમજ વરસાદના કારણે 200 જેટલા પશુઓના મોત થયા છે.

SAC એ જણાવ્યું હતું કે પૂરને કારણે 800 હેક્ટર ખેતીની જમીન પણ નાશ પામી છે અને 85 કિલોમીટરથી વધુ રસ્તાઓને નુકસાન થયું છે. તેમણે કહ્યું કે પૂરના કારણે પશ્ચિમ ફરાહ, હેરાત, દક્ષિણી ઝાબુલ અને કંદહાર પ્રાંતમાં સૌથી વધુ નુકસાન થયું છે. હાલમાં અફઘાનિસ્તાનમાં વરસાદથી રાહતના કોઈ સંકેત દેખાતા નથી. હવામાન વિભાગે અફઘાનિસ્તાનના મોટાભાગના 34 પ્રાંતોમાં આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહી કરી છે.

હવામાન ખરાબ થઈ રહ્યું છે
આ પહેલા પણ અફઘાનિસ્તાનમાં કુદરતી આફતોમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. અગાઉ ફેબ્રુઆરીમાં પૂર્વી અફઘાનિસ્તાનમાં ભારે હિમવર્ષાને પગલે ભૂસ્ખલનમાં 25 લોકોના મોત થયા હતા. જ્યારે માર્ચમાં ત્રણ સપ્તાહના વરસાદમાં લગભગ 60 લોકોના મોત થયા હતા.

યુનાઈટેડ નેશન્સે ગયા વર્ષે ચેતવણી આપી હતી કે અફઘાનિસ્તાનમાં ભારે હવામાન પરિસ્થિતિઓમાં મોટા ફેરફારો થઈ રહ્યા છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ગ્લોબલ વોર્મિંગને કારણે હવામાનની પેટર્ન બગડી રહી છે. જેથી કુદરતિ આફતો દેશને નડે તેની સંભાવના છે.

Most Popular

To Top