Entertainment

સાઉથ ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ, આ પ્રખ્યાત ફિલ્મ પ્રોડ્યુસરે આર્થિક તંગીના કારણે આત્મહત્યા કરી

નવી દિલ્હી: સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી (South Film Industry) એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહેવાલ છે કે પીઢના ફિલ્મ નિર્માતા (Film producer) સૌંદર્ય જગદીશે (Soundarya Jagdish) આત્મહત્યા કરી લીધી છે. તેઓ આર્થિક તંગીથી ઝઝૂમી રહ્યા હતા. કન્નડ ફિલ્મ નિર્માતા સૌંદર્યા જગદીશ 14 એપ્રિલ, રવિવારના રોજ બેંગલુરુમાં (Bengaluru) તેમના મહાલક્ષ્મી લેઆઉટ ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા.

મહાલક્ષ્મી લેઆઉટ ક્ષેત્રના પોલીસે સૌંદર્યા જગદીશ આત્મહત્યાનો કેસ નોંધ્યો છે. તેમના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે તેમના ઘરે રાખવામાં આવ્યો છે. તેમજ પ્રાપ્ત અહેવાલો મુજબ સૌંદર્યા જગદીશને નાણાંનું મોટું નુકસાન થયું હતું, જેના કારણે બેંકે તેમના ઘર સહિત તેમની સંપત્તિ જપ્ત કરવાનું શરૂ કર્યું હતું. તેમજ આ કારણે પ્રખ્યાત ફિલ્મ નિર્માતાએ આત્મહત્યા કરી.

સૌંદર્યા જગદીશનું નિધન
કન્નડ ફિલ્મ પ્રોડ્યુસર સૌંદર્ય જગદીશનું નિધન થયું છે. સૌંદર્યા જગદીશના મૃત્યુના સમાચારથી સમગ્ર કન્નડ ઉદ્યોગમાં શોક છવાઈ ગયો છે. ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક થારુન સુધીરે એક્સ (અગાઉ ટ્વિટર) પર દિવંગત ફિલ્મ નિર્માતાને શ્રદ્ધાંજલિ આપી અને લખ્યું, ‘સૌંદર્યા જગદીશ સરના આકસ્મિક નિધન વિશે સાંભળીને ખૂબ જ દુઃખ થયું. કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેમની હાજરી હંમેશા યાદ રાખવામાં આવશે. તેમના પરિવાર અને પ્રિયજનો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું.

સૌંદર્યા જગદીશ આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હતા
ફિલ્મ નિર્માતા સૌંદર્યા જગદીશના નિધન બાદ તેમના મિત્ર શ્રેયસે જણાવ્યું કે, ‘જગદીશનું મૃત્યુ આત્મહત્યાથી થયું હતું. અમે તેમને હોસ્પિટલ લઈ આવ્યા પરંતુ ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. જણાવી દઈએ કે કન્નડ ફિલ્મ પ્રોડ્યુસર સૌંદર્ય જગદીશને કોઈ પણ સ્વાસ્થ્ય સમસ્યા ન હતી.

તાજેતરમાં જ જગદીશને બેંક નોટિસ મોકલવામાં આવી હોવાના દાવા અંગે તેમના મિત્રએ કહ્યું, ‘ના, નોટીસ સાથે જગદીશને કોઈ લેવાદેવા નથી. આ સમસ્યા છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી હતી, પરંતુ આ મુદ્દાઓ ખૂબ જ અલગ છે.’

ફિલ્મ નિર્માતા સૌંદર્યા જગદીશ
જગદીશે ઘણી લોકપ્રિય કન્નડ ફિલ્મો બનાવી છે, જેમાં ‘અપ્પુ પપ્પુ’, ‘મસ્ત માજા માડી’, ‘સ્નેહિતરુ’ અને ‘રામલીલા’ વગેરેનો સમાવેશ થાય છે. તેમની પાસે એક પબ પણ હતો, પરંતુ થોડા દિવસો પહેલા વિવાદને કારણે તેમનું લાઇસન્સ અસ્થાયી રૂપે રદ કરવામાં આવ્યું હતું.

Most Popular

To Top