Vadodara

વાઘોડિયાની પેટા ચુંટણી માટે કોંગ્રેસના ઉમેદવાર કનું ગોહિલ

  • ભાજપના ક્ષત્રિય ઉમેદવાર સામે કોંગ્રેસે પણ ક્ષત્રિય ઉમેદવાર પસંદ કર્યો
  • બેઠક ઉપર ખરાખરીનો જંગ જામે તેવી શક્યતા

લોકસભાની ચૂંટણીની સાથે સાથે વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાશે. જેમાં કોંગ્રેસ દ્વારા આજરોજ ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી હતી. કોંગ્રેસે પોતાના ઉમેદવાર તરીકે કનુભાઈ ગોહિલના નામની જાહેરાત કરી છે. તેઓના નામની જાહેરાત બાદ તેઓના સમર્થકોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું હતું અને સમર્થકોએ ફટાકડા ફોડી તેઓને હારતોળા કરી શુભકામનાઓ પાઠવી હતી. વાઘોડિયા બેઠક ઉપર ભાજપના ક્ષત્રિય ઉમેદવાર સામે કોંગ્રેસે પણ ક્ષત્રિય ઉમેદવાર જ મુક્યા છે જેથી આ બેઠક ઉપર ખરાખરીનો જંગ જામે તેમ લાગી રહ્યું છે.  ઉલ્લેખનીય છે કે આ બેઠક ઉપર ગત ટર્મમાં અપક્ષ તરીકે ધર્મેન્દ્રસિંહ વાઘેલા ચૂંટાઈ આવ્યા હતા જેઓ રાજીનામું આપી ભાજપામાં જોડાયા છે. અને હવે ભાજપના બેનર ઉપર ચુંટણી લડી રહ્યા છે.

Most Popular

To Top