Vadodara

ભારે વરસાદની અસર: વંદે ભારત, તેજસ, શતાબ્દી સહિતની પ્રીમિયમ ટ્રેનો રદ

નવસારી-મરોલી વચ્ચે પાણી ભરાવાના કારણે રેલવે વ્યવહાર પ્રભાવિત :

વડોદરા-અમદાવાદની 20થી વધુ ટ્રેનો રદ, 4 ટ્રેનોના સમય બદલાયા :

( પ્રતિનિધિ )વડોદરા,તા.8

મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનમાં નવસારી-મરોલી વચ્ચે ભારે વરસાદને કારણે પાણી ભરાવાના કારણે પશ્ચિમ રેલવેનું સંચાલન પ્રભાવિત થયું છે. DRM વડોદરા દ્વારા જારી કરાયેલી માહિતી અનુસાર, 08 જુલાઈ બુધવારના રોજ ગુજરાત-મહારાષ્ટ્ર રૂટની અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે અને કેટલીક ટ્રેનોના સમય બદલવામાં આવ્યા છે.

08 જુલાઈ 2026ના રોજ રદ કરાયેલી મુખ્ય ટ્રેનો:

1.22930 વડોદરા-દહાનુ રોડ સુપરફાસ્ટ એક્સપ્રેસ

2.22962 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ

3.22961 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ

4.12934 અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ કર્ણાવતી એક્સપ્રેસ

5.12933 બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ કર્ણાવતી એક્સપ્રેસ

6.12932 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ ડબલ ડેકર એક્સપ્રેસ

7.12931 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ડબલ ડેકર એક્સપ્રેસ

8.82902 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ

9.82901 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ તેજસ એક્સપ્રેસ

10.20907 દાદર-ભુજ સયાજી નગરી એક્સપ્રેસ

11.12268 હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ

આ ઉપરાંત ઓખા-વેરાવલ, બોરીવલી-નંદુરબાર, ભાવનગર-બાંદ્રા અને અનેક મેમુ ટ્રેનો પણ 08 જુલાઈએ રદ રહેશે. 09 જુલાઈએ નંદુરબાર-બોરીવલી અને વેરાવલ-ઓખા એક્સપ્રેસ તથા 10 જુલાઈએ બોરીવલી-વટવા અને ઓખા-મુંબઈ સૌરાષ્ટ્ર મેલ રદ રહેશે.

ફેરબદલ કરાયેલી ટ્રેનોના સમય :

1.22196 બાંદ્રા ટર્મિનસ-ઝાંસી એક્સપ્રેસ – નિર્ધારિત સમય સવારે 5.10 ને બદલે 7.10 વાગ્યે ઉપડી.

2.22953 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત સુપરફાસ્ટ- સવારે 5.40 ને બદલે 7.00 વાગ્યે ઉપડી.

3.12009 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ – સવારે 6.20 ને બદલે 9.20 વાગ્યે ઉપડી.

4.22717 રાજકોટ-સિકંદરાબાદ એક્સપ્રેસ – રાજકોટથી સવારે 5.30 ને બદલે 7.30 વાગ્યે ઉપડી.

પશ્ચિમ રેલવેએ મુસાફરોને અપીલ કરી છે કે તેઓ મુસાફરી કરતા પહેલા ટ્રેનોની સ્થિતિ વેબસાઇટ પર ચેક કરી લે. વરસાદની સ્થિતિ સુધર્યા બાદ જ ટ્રેન સેવાઓ સામાન્ય થશે તેવું રેલવે તંત્ર દ્વારા જણાવાયું છે.

Most Popular

To Top