Vadodara

વડોદરાથી 7 લક્ઝરી બસ અને 32 કારમાં રાજપૂતો રાજકોટ રવાના

રાજકોટના ક્ષત્રિય સંમેલનમાં વડોદરા શહેર જિલ્લાના 3200થી વધારે રાજપૂતો હાજરી આપશે

પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજ અંગે થયેલા વાણી વિલાસનો જવાબ આપવા માટે આજે રાજકોટમાં યોજાયેલાં ક્ષત્રિય સંમેલનમાં હાજરી આપવા માટે વડોદરાથી 7 લકઝરી બસ અને 32 કારમાં રાજપૂતો રવાના થયા છે. આ ઉપરાંત વ્યક્તિગત રીતે ગયેલા લોકો સહિત અંદાજે 3200થી વધારે રાજપૂતો વડોદરા શહેર જિલ્લામાંથી રાજકોટ પહોંચશે.

પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી ભાજપ રદ કરે એવી માગણી સાથે આજે રાજકોટમાં ક્ષત્રિય સંમેલનનું આયોજન થયું છે. આ સંમેલનમાં વડોદરા પણ બાકાત નથી. કરણી સેનાના આગેવાન રવિરાજસિંહ સોલંકીએ ગુજરાતમિત્રને જણાવ્યું હતુંકે, રાજપૂતોની અસ્મિતા પર પ્રહાર થતો હોય ત્યારે આ સ્વાભિમાનની આ લડાઇમાં વડોદરાના રાજપૂતો પણ પાછળ નથી. રાજકોટ જવા માટે અમે 7 લક્ઝરી બસ અને 32 કારમાં રવાના થયા છીએ. આ ઉપરાંત કેટલાક લોકો વ્યક્તિગત રીતે પણ રાજકોટ પહોંચશે. આમ અંદાજે 3200થી વધારે લોકો રાજકોટ સંમેલનમાં હાજરી આપશે.

Most Popular

To Top