Sports

ઈશાન કિશને આખરે મૌન તોડ્યું, જ્યારે બધું ખોટું થાય ત્યારે…

નવી દિલ્હી: IPL 2024ની (IPL2024) 25મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે (MI) રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને (RCB) 7 વિકેટે હરાવ્યું હતું. ઈશાન કિશને (Ishan Kishan) 34 બોલમાં 69 રન ફટકારીને મુંબઈને 197 રનના લક્ષ્યાંકનો પીછો કર્યો હતો. મેચ બાદ મીડિયા સાથે વાત કરતા ઈશાને આઈપીએલની શરૂઆતના થોડા અઠવાડિયા પહેલા થયેલા વિવાદો પરથી પડદો ઉઠાવી લીધો હતો.

ખરેખર બીસીસીઆઈ (BCCI) દ્વારા ઈશાનને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી હટાવી દેવામાં આવ્યો હતો. તેમજ બીસીસીઆઈની ચેતવણી છતાં તે રણજી ટ્રોફી (Ranji Trophy) રમ્યો ન હતો. આવી સ્થિતિમાં ભારતીય ટીમમાં તેના ભવિષ્ય પર સવાલો ઉઠ્યા હતા.

ઈશાન માનસિક થાકને કારણે દક્ષિણ આફ્રિકા (South Africa) સિરિઝ અધવચ્ચે જ છોડીને પાછો ફર્યો હતો. ત્યાર બાદ ઈશાને ન તો પોતાને અફઘાનિસ્તાન (Afghanistan) સામેની T20 શ્રેણી માટે અને ન તો ઈંગ્લેન્ડ (England) સામેની ટેસ્ટ શ્રેણી (Test Series) માટે ઉપલબ્ધ જાહેર કર્યો. આવી સ્થિતિમાં હેડ કોચ રાહુલ દ્રવિડ (Rahul Dravid) અને બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)ના સેક્રેટરી જય શાહે (Jai Shah) ઇશાનને ભારતીય ટીમમાં પરત ફરવા માટે રણજી ટ્રોફી રમવાની સલાહ આપી હતી.

જોકે ઈશાને આ વાતની અવગણના કરી અને કેપ્ટન હાર્દિક પંડ્યા સાથે આઈપીએલની તૈયારી કરવાનો નિર્ણય લીધો હતો. ત્યાર પછી બીસીસીઆઈએ ઈશાન અને શ્રેયસ અય્યરને (Shreyas Ayyar) બીસીસીઆઈના વાર્ષિક કોન્ટ્રાક્ટમાંથી હટાવ્યા હતા.

હવે આ સમગ્ર વિવાદ પર ઈશાન કિશને નિવેદન આપ્યું છે. ઈશાને કહ્યું, ‘હું પ્રેક્ટિસ કરી રહ્યો હતો. જ્યારે મેં રમતમાંથી મારા માટે થોડો સમય કાઢ્યો ત્યારે લોકો ઘણી વાતો કરતા હતા. સોશિયલ મીડિયા (Social Media) પર ઘણી વસ્તુઓ સામે આવી, પરંતુ તમારે એ પણ સમજવું જોઈએ કે ઘણી વસ્તુઓ ખેલાડીઓના હાથમાં નથી.

બ્રેક દરમિયાન મારી માનસિકતામાં બદલાવ આવ્યો
બ્રેક દરમિયાન ઈશાનની માનસિકતામાં મોટો બદલાવ આવ્યો છે. તેણે રમત પ્રત્યેનો પોતાનો અભિગમ બદલ્યો છે. ઈશાને કહ્યું, બ્રેક દરમિયાન હું એ પણ શીખ્યો છું કે મારી કારકિર્દીમાં જ્યારે બધું ખોટું થાય ત્યારે મારી જાતને કેવી રીતે હેન્ડલ કરવી. ઈશાને કહ્યું, ‘તમે એક જ વસ્તુ કરી શકો છો કે તમારા સમયનો યોગ્ય રીતે ઉપયોગ કરો. વળી, જો અગાઉનો ઈશાન કિશન આ ચોક્કસ પરિસ્થિતિમાં હોત તો તેની માનસિકતા કેવી હોત. મેં પહેલી બે ઓવરમાં ક્યારેય બોલ છોડ્યા નથી. ભલે તેઓ કેટલી સારી બોલિંગ કરતા હોય.

હું એક ટીમ તરીકે કેવી રીતે રમવું તે શીખ્યો
ઈશાને કહ્યું, હવે સમયની સાથે હું શીખ્યો છું કે 20 ઓવર પણ મોટી મેચ છે. તમે તમારો સમય કાઢી શકો છો અને તમે આગળ વધી શકો છો. ભલે અમે મેચ હારી ગયા પણ અમે એક ટીમ તરીકે સાથે મળીને કામ કરવા માંગીએ છીએ. મારામાં એવા બદલાવ આવ્યા છે જેમ કે જો હું પરર્ફોમ નથી કરતો અને જો મને ખબર હોય કે અન્ય કોઈ પરર્ફોમ નથી કરી રહ્યું તો હું તેમની સાથે વાત કરું છું. હું જાણવા માંગુ છું કે તેઓ શું વિચારી રહ્યાં છે. તેથી આ બાબતોએ મને બ્રેક દરમિયાન મદદ કરી.

Most Popular

To Top