Vadodara

વડોદરા : તાંદલજા અને કારેલીબાગ વિસ્તારમાંથી જુગાર રમતા 14 ખેલી ઝડપાયા, 4.25 લાખનો મુદ્દામાલ કબ્જે

પ્રતિનિધિ વડોદરા તા.11
વડોદરાના તાંદલજા વિસ્તારમાં આવેલા ફ્લેટના ચોથા માળે મકાનમાં ચાલતા જુગાર પર પીસીબી પોલીસે રેડ કરી હતી. જેમાં આઠ ખેલીઓ આબાદ ઝડપાઈ ગયા હતા. જુગારીયાઓની અંગજડતી અને દાવ પર લાગેલા રોકડા એક લાખ અને સાત મોબાઈલ મળી રૂ.1.60 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી માટે જેપી રોડ પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરાયો હતો. જ્યારે કારેલીબાગ વિસ્તારમાં આવેલા નારાયણ કોમ્પ્લેક્સના ચોથા માળેથી જુગાર રમતા છ ખેલીઓને કારેલીબાગ પોલીસે રુ.2.65 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.
વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલા શુભમ પાર્ટી પ્લોટ પાસેના સ્પ્રિંગ બ્લોસમનાં ચોથા માળે આવેલા મકાન નંબર 401માં જુગાર ચાલી રહ્યો હોવાની પીસીબીની ટીમને બુધવારે બાતમી મળી હતી. જેના આધારે પીસીબીએ બાતમી મુજબના મકાનમાં દરોડો પાડ્યો હતો. જેના મકાનમાં જુગાર રમાડનાર સહિત આઠ ખેલી શીરિષકુમાર ઉર્ફે સુરેશ મુલચંદ લાલન, અંબાલાલ મોતીલાલ પટેલ, અશોક કાંતિલાલ ગોહિલ, અનિલ દેવીસિંગ રાજપૂત. પ્રવિણ મહેજી ઓડ, ડાહ્યા જીણા બારીયા, વનરાજ રામચંદ્ર શીતોળે અને રમેશ ભાથી સોલંકીને ઝડપી પાડવામાં આવ્યા હતા. પીસીબી પોલીસે જુગારીઓની અંગજડતી કરાતા રોકડા 84 હજાર અને દાવ પર લાગેલા રોકડા રૂ.15 હજાર અને 7 મોબાઇલ 60 હજાર મળી કુલ 1.60 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. પીસીબી ની ટીમે આરોપીઓ સહિત મુદ્દા માલ આગળની કાર્યવાહી માટે જે પી રોડ પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરવામાં આવ્યો હતો. જ્યારે બીજા બનાવમાં કારેલીબાગ વિસ્તારમાં આવેલા નારાયણ કોમ્પ્લેક્સના ચોથા માળે છત પર કારેલીબાગ પોલીસે રેડ કરી ઓને ઝડપી પાડ્યા હતા. પોલીસ એ સ્થળ પરથી રોકડા, પાંચ મોબાઇલ અને બે વાહનો મળી 2.65 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

Most Popular

To Top