National

મુકેશ અંબાણીનો ડીપફેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

નવી દિલ્હી: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના (Reliance Industries) ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીની (Mukesh Ambani) એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. 59 સેકન્ડના આ વીડિયોમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી સ્ટોક ટ્રેડિંગ મેન્ટરશિપ પ્રોગ્રામને (Stock Trading Mentorship Program) સમર્થન આપી રહ્યા છે. તેમજ આ વીડિયો ફેસબુક પર હાલ ખુબ જ વાઇરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં મુકેશ અંબાણીને રોકાણ વધારવા માટેની ટીપ્સ અને વ્યૂહરચનાઓની માહિતી આપતા સાંભળી શકાય છે. તેઓ વીડિયોના દર્શકોને વ્યક્તિગત રોકાણની સલાહ અને સ્ટોક ટ્રેડિંગની સમજવા માટે તેમને અને તેમના વિદ્યાર્થી ‘વિનીત’ને અનુસરવા જણાવી રહ્યા છે. આ સીવાય વીડિયોમાં મુકેશ અંબાણી લગભગ 92.5 ટકાના સફળતા દરનો દાવો પણ કરી રહ્યા છે. તેમજ તેઓ લોકોને રીઅલ-ટાઇમ સ્ટોક માર્કેટ વિશે માહિતગાર રહેવા અને લાંબા ગાળા માટે નફો મેળવવાની વ્યૂહરચના વિકસાવવા પ્રોત્સાહિત કરી રહ્યા છે.

પોસ્ટમાં “COMEMEETUS.TOP” નામની એક વેબસાઇટની લિંક પણ શામેલ છે, જે વપરાશકર્તાઓને WhatsApp ગૃપમાં જોડાવા માટે સંકેત આપે છે.

મુકેશ અંબાણીના આ વીડિયો ડીપફેક છે. મૂળ વિડિયો ડિસેમ્બર 2022માં રિલાયન્સ ફેમિલી ડે કાર્યક્રમ દરમિયાન અંબાણીના વર્ચ્યુઅલ એડ્રેસનો છે. પરંતુ તેઓ સેર બજારમાં રોકાણની તકને સમર્થન આપી રહ્યા હોય તેમ બતાડવા માટેઆ વીડિયો સાથે છેડછાડ કરવામાં આવી છે.

વીડિયોના ડિપફેક હોવાની ખાતરી કઇ રીતે કરી શકાય છે
વાયરલ ક્લિપમાં ઘણી ગેરરીતિઓ જોઈ શકાય છે. તેમજ વીડિયોનો અવાજ મહ્દ અંશે અંબાણીના અવાજ જેવો જ છે. પરંતુ તેમાં શબ્દો ઉચ્ચાર ખોટો હોવાનું જોઇ શકાય છે. હોઠની હલનચલન અને ઑડિયો પણ અલગ અલગ છે, જે સિંક્રનાઇઝેશનનો અભાવ દર્શાવે છે. આ સાથે જ અંબાણીના મોઢાની આસપાસ ડિજિટલ ફેરફારના કેટલાક ચિહ્નો પણ જોઇ શકાય છે.

અસલ વીડિયો ક્યાંનો છે?
InVid ટૂલનો ઉપયોગ કરીને વિડિયોને ચકાસતા વીડિયો 30 ડિસેમ્બર, 2022 ના રોજ બિઝનેસ ટુડે દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હતો. તેમજ આ ફૂટેજમાં અંબાણીએ વાયરલ ક્લિપમાં પહેર્યા હતા તેવા જ કપડાં પહેરેલા જોવા મળે છે.

અસલ વીડિયો રિલાયન્સ ઈન્ડિયા લિમિટેડના સ્થાપક ધીરુભાઈ અંબાણીની 90મી જન્મજયંતિની ઉજવણી પર અંબાણીના વર્ચ્યુઅલ એડ્રેસનો લગભગ બે મિનિટનો ભાગ છે. જેમાં મુકેશ અંબાણી કહે છે કે “ભારત 2047 સુધીમાં $40 ટ્રિલિયનની અર્થવ્યવસ્થા બની શકે છે” આ વીડિયો 28 ડિસેમ્બર, 2022ના રોજ રેકોર્ડ કરવામાં આવ્યો હતો.

Most Popular

To Top