Vadodara

વાયરલ ઇન્ફેકશન સાથે મચ્છરજન્ય રોગોમાં પણ વધારો

વડોદરા, તા. ૮

હાલ સીઝનલ ફ્લુની સાથે બીજી અન્ય બીમારીઓ જેવી કે મેલેરીયા,ડેન્ગ્યુ,ચિકુનગુનિયા સહિતની બીમારીઓના ભોગ બનેલા દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે ડેન્ગ્યુ એક વાહકજન્ય એટલે કે મચ્છરજન્ય રોગ છે. જે એડીસ ઇજિપ્તી માદા મચ્છરથી ફેલાય છે. આ મચ્છ૨ ઘ૨માં કે ઘરની આસપાસ ભરાતા ચોખ્ખા બંધિયાર પાણીમાં જ ઉત્પન્ન થાય છે અને તે દિવસે ક૨ડે છે. ડેન્ગ્યુ રોગમાં સખત તાવ આવવાની સાથે આંખોના ડોળાની પાછળ દુખાવો થાય, હાથ અને ચહેરા ૫૨ ચકામાં પડે, નાક માઁ તેમજ પેઢામાંથી લોહી પડે જેવા લક્ષણો જોવા મળે છે, ડેન્ગ્યુ રોગની કોઇ સચોટ દવા ઉપલબ્ધ નથી. આ લક્ષણો જોવા મળે તો તુરત જ નજીકના દવાખાનાની મુલાકાત લઈ સા૨વા૨ કરાવવી જોઈએ. સાથે જ અન્ય સાવચેતીના પગલા પણ લેવા જોઈએ.

ડેન્ગ્યું સહિતના મચ્છર જન્ય રોગો થી બચવા માટે પાણીના સંગ્રહ ધરાવતા પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી ઢાંકીને રાખવા. , ઢાંકણથી ઢાંકી ન શકાય તેવા પાત્રોને અઠવાડિયે નિયમિત સાફ કરવા , ઘ૨માં ૨હેલ પાણીના પાત્રો જેવા કે કોઠી, ટાંકી, પીપ, ફુલદાની, પક્ષીકુંજને અઠવાડિયામાં એક વખત અચૂક સાફ કરો. , પક્ષીકુંજ, પશુની કુંડી, ફુલદાની વગેરે અઠવાડિયામાં એક વખત ખાલી કરી સુકાયા બાદ જ નવું પાણી ભરવું ,  ઘરની અગાસી પર પડેલ ભંગાર, ડબ્બા નાળિયેરની કાચલી, જુના ટાયર વગેરેનો નિકાલ ક૨વો ,  વરસાદી પાણી ભરાઈ રહેતું હોય તો તેનો નિકાલ કરવો , ઘરની અગાસી પર પડેલ ભંગાર, ડબ્બા નાળિયેરની કાચલી, જુના ટાયર વગેરેનો નિકાલ કરવો , વરસાદી પાણી ભરાઈ રહેતું હોય તો તેનો નિકાલ કરવો , શરીરના અંગોને ઢાંકી રાખે તેવા વસ્ત્રો પહેરો અને દિવસ દરમ્યાન પણ મચ્છર અગરબત્તી સળગાવો. મચ્છર દૂર રાખવાની ક્રીમ લગાવવા સહિતના ઉપાયો કરવા જોઈએ. 

Most Popular

To Top