Vadodara

ગૌમાંસનો જથ્થો આણંદ જિલ્લામાંથી લાવતા હોવાની આરોપીઓની પ્રાથમિક કબૂલાત

એલસીબી ઝોન 4ની ટીમે છીપવાડમાં રેડ કરી ગૌમાંસમાંથી બનાવેલા સમોસા અને મીટ માવા સાથે 6 લોકોને ઝડપી પાડ્યા હતા

આરોપીઓની વધુ પુછપરછ માટે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરાશે

શહેરના સિટી વિસ્તારમાં આવેલા સંવેદનશીલ વિસ્તાર છીપવાડમાં ડીસીપી અને એલસીબી ઝોન 4ની ટીમે રેડ કરીને ગૌમાંસમાંથી બનાવેલા કાચા સમોસા, માંસનો કાચો માવો ઝડપી પાડ્યો હતો. જેમાં ફેક્ટર ચલાવનાર પિતા-પુત્ર સહિત 6 લોકોની ધરપકડ કરાઇ હતી. આરોપી ગૌમાંસનો ક્યાંથી લાવતો હોવાની પ્રાથમિક પુછપરછમાં આણંદ જિલ્લામાંથી લાવતો હોવાનું જણાવ્યું હતું. જેથી આરોપીઓની વધુ પુછપરછ માટે કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

વડોદરા શહેરના સંવેદનશીલ વિસ્તાર છીપવાડમાં ગૌમાંસનું વેચાણ થતું હોવાની મળેલી બાતમીના આધારે ડીસીપી ઝોન 4 પન્ના મોમાયા સહિત એલસીબીની ટીમ અને પ્રાણીક્રુરતાનિવારણ સંસ્થાના સેક્રેટરી નેહા પટેલની કર્મીઓ દ્વારા શનિવારના રોજ ચાબુક સાવર મહોલ્લામાં દરોડો પાડવામાં આવ્યો હતો. મહમદ યુસુફ ફકીર મહંમદ શેખના રહેણાક મકાનમાંથી કાચા સમોસા બનાવવાનો મીટ માવાનો જથ્થો 152 કિગ્રા,  સમોસાના પ્લાસ્ટિકના કેરેડ 7, માંસની પ્લાસ્ટિકની થેલી 7, માંસ ક્રશ મશીન, મોબાઇલ મળી 49 હરજારના મુદ્દામાલ સાથે પાંચ લોકોની ધરપકડ કરાઇ હતી. એલસીબી ઝોન 4ની ટીમ દ્વારા તમામ મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી માટે સિટી પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરાયો છે.  ડીસીપી ઝોન 4 પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે આરોપીઓ આણંદ જિલ્લામાંથી ગૌમાંસ લાવતા હતા. જેથી તેની વધુ પુછપરછ માટે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાઇ છે. ઉલ્લેખનીય છે કે માંસ બગડી ના જાય માટે ડીપ ફ્રીઝર પણ બનાવવામાં આવ્યું હતું તેમાં ગૌમાંસ રાખવામાં આવતું હતું.

Most Popular

To Top