Vadodara

જોખમી સવારી : સોશિયલ મીડિયા રિલ્સ બનાવવાની ઘેલછામાં જીવને જોખમમાં મુકતા યુવકો

રિલ્સ બનાવવા અવનવા સ્ટંટ કરતા યુવકોનો વીડિયો વાયરલ :

ટીપી 13 વિસ્તારમાં બ્રિજ ઉપર રાતના સમયે પરીક્ષા ઉપર ટીંગાટોળી કરતા યુવાનો કેમેરામાં કેદ :

વડોદરામાં સ્કૂલ વર્ધી મારતા રીક્ષા ચાલકની જોખમી સવારી બાદ યુવકોનો રીક્ષા પર ટીંગાટોળી કરી સેલ્ફી લેતા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો છાણી ટીપી 13 વિસ્તારનો હોવાનું મનાઈ રહ્યું છે.

સમગ્ર રાજ્ય સહિત વડોદરા શહેર – જિલ્લામાં પણ ઘણા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. જેમાં ખાસ કરીને જોખમી સ્ટંટ કરતા હોવાના વિડીયો સામે આવતા હોય છે. જોકે ઘણી વખત જોખમી સ્ટંટ કરવાની લાઈફમાં આવા લોકો પોતાની જીવની પરવા કર્યા વિના વાહનો પર જોખમી સવારી પણ કરતા નજરે પડે છે. ત્યારે ટ્રાફિક સિગ્નલો પર લાગેલા સીસીટીવી કેમેરા પણ જાણે શોભાના ગાંઠિયા સમાન બન્યા હોય તેમ લાગી રહ્યું છે.

વડોદરા શહેરમાં હાલમાં જ સ્કૂલ વર્ધી મારતા રીક્ષા ચાલકનો એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં વિદ્યાર્થીઓ રીક્ષા ઉપર લટકી રહ્યા હતા. તેવામાં આજે એક વધુ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સોશિયલ મીડિયાની રીલ્સ બનાવવાની ઘેલછામાં ભાન ભૂલી રહેલા લોકો હવે બીજા માટે પણ જોખમ ઉભું કરે છે. રીલ્સ બનાવવા અવનવા સ્ટંટ કરતા યુવકોનો વધુ એક વિડીયો સામે આવ્યો છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર વડોદરાના ટીપી 13 વિસ્તારમાં રાત્રીના સમયે રિક્ષા ઉપર ટીંગાટોળી કરતા યુવાનોએ જોખમી સ્ટંટ કરતા કેમેરામાં કેદ થયા હતા. આ રીક્ષામાં કુલ છ જેટલા યુવકો લટકતી હાલતમાં જોવા મળ્યા છે તેવામાં વળી એક યુવક મોબાઇલ કાઢી પોતે સેલ્ફી લઈ રહ્યો છે આ સમગ્ર ઘટના પાછળથી આવી રહેલી એક કારના ચાલકે પોતાના કેમેરામાં કંડારી લીધી હતી. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. હાલ આ સમગ્ર બનાવે ફતેગંજ પોલીસે કાર્યવાહી કરી હોવાનું જાણવા મળ્યું હતું.

Most Popular

To Top