Vadodara

રવાલ ચોકડી પાસે બાઈક પર સવાર યુવક ખાડાના કારણે નીચે પટકાતા સારવાર દરમ્યાન મોત

રસ્તાના ખાડાએ યુવકનો જીવ લીધો

વડોદરા , તા. ૮

વાઘોડિયા ગામમાં રહેતા પચીસ વર્ષીય યુવક તેના મિત્ર સાથે બાઈક પર બેસીને ઘરે પરત ફરી રહ્યો હતો તે દરમ્યાન રવાલ ચોકડી પાસે ખાડાના કારણે બાઈક સ્લીપ થઇ જતા બન્ને નીચે પટકાયા હતા જે પૈકી પાછળ બેસેલા મિત્રનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું.

વાઘોડિયા ગામ , બસ ડેપો પાસે રહેતા સમરેશ ડામોર તેના મિત્ર વિજુભાઈ બારીયા સાથે પરત ઘરે ફરી રહ્યો હતો. તે દરમ્યાન રવાલ ચોકડી પાસે ગત તા. ૪ એપ્રિલ નારોજ બાઈક સ્લીપ થઇ જતા બન્ને નીચે પટકાયા હતા. જે પૈકી મિત્ર સમરેશ ખાડામાં પડ્યો હોવાના કારણે માથામાં તેમજ શરીરના  અન્ય ભાગોમાં ગંભીર ઇજા પહોચી હતી. જેથી તેઓને તાત્કાલીક સારવાર હેઠળ તેને સયાજી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. નાની વયે યુવકનું મોત નીપજતા સમગ્ર પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. જોકે આ બનાવ અંગે વાઘોડિયા પોલીસે ગુનો નોધીને તપાસ પણ હાથ ધરી હતી.

Most Popular

To Top