Dakshin Gujarat

બારડોલી નગરસેવિકાના પતિને મહિલા પોલીસકર્મી સાથે ગુફ્તુગુ કરતા પૂર્વ પ્રેમિકાએ જોઈ લેતાં હોબાળો

બારડોલી: (Bardoli) બારડોલી નગરપાલિકાનાં નગરસેવિકાના રંગીનમિજાજી પતિ અને પોલીસનો (Police) પંટર કારમાં મહિલા પોલીસકર્મી સાથે ગુફ્તગુ કરી રહ્યો હતો. ત્યારે તેની પૂર્વ પ્રેમિકા આવી જતાં ભારે હોબાળો થયો હતો. મામલો પંટરની પત્ની એવી નગરસેવિકા અને મહિલા પોલીસકર્મીના પતિ સુધી પહોંચી જતાં સમગ્ર પ્રકરણ ટોક ઓફ ધી ટાઉન બન્યું હતું.

  • બારડોલીમાં પતિ, પત્ની, પ્રેમિકા ઔર વોનો કિસ્સો ચર્ચાસ્પદ
  • બારડોલી નગરસેવિકાના પતિને મહિલા પોલીસકર્મી સાથે ગુફ્તુગુ કરતા પૂર્વ પ્રેમિકાએ જોઈ લેતાં હોબાળો
  • મામલો પંટરની પત્ની એવી નગરસેવિકા અને મહિલા પોલીસકર્મીના પતિ સુધી પહોંચી જતાં સમગ્ર પ્રકરણ ટોક ઓફ ધી ટાઉન બન્યું

આ અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર બારડોલી વિસ્તારના પોલીસમથકોમાં પોલીસ અધિકારીની નજીકમાં રહેતો અને નગરસેવિકાનો પતિ રંગીન મિજાજી સ્વભાવને કારણે મહિલાઓ સાથે તેના હુંફાળા સંબંધ રાખતો આવ્યો છે. ઉચ્ચ પોલીસ અધિકારી સાથે પણ નજીકના સંબંધને કારણે તે નગરમાં પણ રોફ જમાવતો ફરતો હોય છે. દરમિયાન તે પરિણીત હોવા છતાં તેને બારડોલીની જ એક યુવતી સાથે પ્રેમસંબંધ હતો. પરંતુ કોઈક કારણોસર બંનેના સંબંધમાં તિરાડ પડ્યા બાદ તેની એક મહિલા પોલીસ કર્મચારી સાથે નિકટતા વધી હતી.

સોમવારે તે મહિલા પોલીસકર્મચારી સાથે બારડોલીના ગાંધી રોડ પર એક કારમાં બેઠો હતો. એ સમયે તેની પૂર્વ પ્રેમિકા તેની પાસે પહોંચી જતાં બંને વચ્ચે જાહેરમાં જ ઉગ્ર બોલાચાલી બાદ મામલો બિચક્યો હતો. બાદ આ સમગ્ર મામલો યુવકની પત્ની એટલે કે નગરસેવિકા પાસે પહોંચ્યો હતો. જ્યાં પૂર્વ પ્રેમિકા, મહિલા પોલીસકર્મી અને પત્ની વચ્ચે ભારે હોબાળો થયો હતો. ત્યાંથી તમામ મહિલા પોલીસકર્મીના ઘરે પહોંચતાં ત્યાં પણ વાતાવરણ ઉગ્ર બની ગયું હતું. પોલીસ પંટર અને નગરસેવિકાના પતિની કરતૂત સમગ્ર નગરમાં ટોક ઓફ ધી ટાઉન બની હતી.

Most Popular

To Top