Vadodara

વડોદરા : યુવક નાસ્તો કરવા ગયો અને તસ્કર એક્ટિવાની ચોરી કરી ફરાર

એક્ટિવાની લોન ચાલુ હોય ઉઘરાણીવાળાએ ફરિયાદની કોપી માગતા યુવકે ચોરીની ફરિયાદ નોંધાવી

વડોદરા: શિનોર તાલુકાના મોટાફોફળીયા ખાતે રહેતા 36 વર્ષીય યુવક એક્ટિવા લઇને વડોદરા ફરવા માટે ગયા હતા દરમિયાન વાઘોડિયા રોડ પર ખટંબા રોડ પર સેવઉસળની લારી પર એક્ટિવા મુકી નાસતા કરવા ગયા હતા. દરમિયાન કોઇ તસ્કર એક્ટિવાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. પરંતુ એક્ટિવાના લોન ચાલી હોય હપ્તાની ઉઘરાણી કરવા આવનારે ફરીયાદની કોપી માગતા યુવકે વરણામા પોલીસ સ્ટેશનમાં એક્ટિવા ચોરીની ફરિયાદ નોંધાવી છે.

શિનોર તાલુકાના મોટા ફોફળીયા ખાતે રહેતા પ્રકાશકુમાર વલ્લભભાઇ વણકર (ઉં.વ. 36) 23 જાન્યુઆરી 2024 ના રોજ સવારના આઠ વાગે ઘરેથી એક્ટિવા વડોદરા ફરવા જવા માટે નિકળ્યા હતા. વડોદરાથી ખટંબા વાઘોડિયા રોડ પર બ્રિજથી થોડે આગળ સેવઉસળની લારી આવતા તેઓ એક્ટિવા પાર્ક કરીને  નાસતો કરવા માટે ગયા હતા અને નાસ્તો કરી પરત આવ્યા હતા ત્યારે નાસ્તો કરીને પરત ફરતા એક્ટીવા પાર્ક કરેલી જગ્યા પર મળી આવ્યું ન હતું. તેઓએ આસપાસના વિસ્તારમાં એક્ટિવા બાબતે પુછપરછ કરી હતી પરંતુ કોઇ માહિતી મળી ન હતી. જે બાદ તેઓ ઘરે આવી ગયા હતા એક્ટીવાના હપ્તા બાકી હોવાથી લોનવાળા તેમની પાસે ઉઘરાણી કરવા માટે આવતા હોય  તેઓએ એક્ટીવા ચોરી થયાનું જણાવતા રૂપિયાની ઉઘરાણી કરનાર એક્ટીવાની ચોરીની ફરિયાદની માંગ કરતા હતા. જેથી આખરે તેઓએ એક્ટીવા ચોરીની વરણામા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

Most Popular

To Top