Vadodara

વડોદરા રેલવે સ્ટેશન પર આજથી 20 જૂન સુધી ટ્રેનોના રૂટમાં મોટો ફેરફાર

વડોદરા સ્ટેશન યાર્ડ રિમોડલિંગના કારણે છાયાપુરી,બાજવા, વિશ્વામિત્રી સ્ટેશન પર થશે શોર્ટ ટર્મિનેટ

( પ્રતિનિધિ )વડોદરા,તા.21

પશ્ચિમ રેલવેના વડોદરા સ્ટેશન યાર્ડમાં યાર્ડ રીમૉડલિંગ અને ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ સિસ્ટમના કમીશનીંગ કામ માટે 21 મે થી 20 જૂન, 2026 સુધી ટ્રાફિક અને પાવર બ્લૉક લેવામાં આવશે. જેના કારણે કેટલીક મેમૂ અને પેસેન્જર ટ્રેનો પ્રભાવિત થશે.

યાત્રીઓની સુવિધા અને સુરક્ષિત રેલવે સંચાલન માટે છાયાપુરી, બાજવા, વિશ્વામિત્રી અને મકરપુરા સ્ટેશનો પર હંગામી ધોરણે ટ્રેનોનું ટર્મિનેશન અને ઓરિજિનેશન કરવામાં આવશે. વડોદરા-દાહોદ મેમૂ 69233, 69117, 69119 અને વડોદરા-ગોધરા મેમૂ 69121 છાયાપુરીથી શોર્ટ ઓરિજિનેટ થશે. ગોધરા-વડોદરા મેમૂ 69122, 69118 અને દાહોદ-વડોદરા મેમૂ 69120, 69234 છાયાપુરી પર શોર્ટ ટર્મિનેટ થશે. વડોદરા-છાયાપુરી વચ્ચે આ ટ્રેનો રદ રહેશે. વડોદરા-વટવા મેમૂ 69101, 69115, 69113, 69107 બાજવાથી શોર્ટ ઓરિજિનેટ થશે. વટવા-વડોદરા મેમૂ 69114, 69108, 69102 બાજવા પર શોર્ટ ટર્મિનેટ થશે. વડોદરા-જામનગર ઈન્ટરસિટી 22959 બાજવાથી ઉપડશે અને જામનગર-વડોદરા 22960 બાજવા સુધી જ આવશે. સૂરત-વડોદરા મેમૂ 69109, 69111 વિશ્વામિત્રી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. વડોદરા-વિશ્વામિત્રી વચ્ચે સેવા રદ રહેશે. વલસાડ-વડોદરા પેસેન્જર 59049 અને વડોદરા-વલસાડ 59050 મકરપુરા સુધી જ દોડશે. વડોદરા-વલસાડ ઈન્ટરસિટી 12930 બાજવા સ્ટેશનથી શોર્ટ ટર્મિનેટ થશે પણ વડોદરા સ્ટેશને 5 મિનિટનો સ્ટોપેજ આપશે. આ કામગીરી 16 મે, 2026થી શરૂ થઈ ચૂકી છે. રેલવે તંત્રએ યાત્રીઓને વિનંતી કરી છે કે યાત્રાથી પહેલાં ટ્રેનોના સમય, સ્ટોપેજ અને અદ્યતન માહિતી માટે વેબસાઈટ ચેક કરી લે. આ બ્લોક 20 જૂન, 2026 સુધી ચાલુ રહેશે.

Most Popular

To Top