Vadodara

કારમાં સવારોનો આબાદ બચાવ, ફાયર બ્રિગેડે આગ બુઝાવી

માંજલપુર સાઈ ચોકડી પાસે ચાલુ કાર ભડભડ સળગી

( પ્રતિનિધિ )વડોદરા,તા.20

વડોદરાના માંજલપુર વિસ્તારમાં સાંઈ ચોકડી પાસે ગઈકાલે મોડી રાત્રે ચાલુ કારમાં અચાનક ભીષણ આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી. કારમાંથી ધુમાડો નીકળતો જોઈ સવાર લોકો સમયસૂચકતા વાપરી તાત્કાલિક નીચે ઉતરી ગયા હતા, જેથી મોટી જાનહાનિ થતા ટળી હતી.

માંજલપુર સાંઈ ચોકડી પાસે ચાલુ કારમાંથી અચાનક ધુમાડો નીકળ્યા બાદ જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આખી કાર થોડી જ મિનિટોમાં આગની લપેટમાં આવી ગઈ હતી. સદનસીબે કારમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો. બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર જવાનોએ પાણીનો મારો ચલાવી ગણતરીની મિનિટોમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. આગનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી, પરંતુ પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટ હોવાની આશંકા સેવાઈ રહી છે. ફાયર બ્રિગેડની સમયસરની કામગીરીના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.

Most Popular

To Top