નાના બાળકો “ઘર ઘર રમે” તેમ હવે અતિ જવાબદાર પદ ઉપર બેઠેલા ધારાસભ્યો ચૂંટણી-ચૂંટણી લડવાની વાતો કરતા થયા છે. તેમની જવાબદાર રાષ્ટ્રીય પાર્ટીના આગેવાનો પણ તેમને આવો વાણી વિલાસ કરતા રોકતા નથી અને ચૂંટણી લક્ષી રાજ રમતમાં રાજીનામાં નો ખેલ છેલ્લા વર્ષોમાં ગુજરાતમાં બીજા કોઈ પણ રાજ્ય કરતા ખુબ ઊંચા દરે ચાલ્યો છે અને આ આખી ઘટનામાં પ્રજા તો બિચારી લાચાર નયને તાયફા જ જુવે છે એ તો પ્લેન દુર્ઘટના ના આઘાત ભૂલે કે પુલ તૂટવાના દુખડા રોવે?
એક બીજા ને ચેલેન્જ આપનારા ધારા સભ્યો અત્યારે વરસાદમાં અને પૂરની સ્થિતિમાં પોત પોતાના વિસ્તારમાં પ્રજાકીય કામ કરવાની સ્પ્સર્ધા કેમ નહી કરતા હોય? તેમના આકાઓ તેમને મત વિસ્તારમાં ફરવાની વાત કેમ નહી કરતા હોય? કોઈ નાના મુદ્દા પર ચર્ચાઓ આંદોલનો પોલીસ કેસ કરનારા આ લોકશાહી ને રમત બનાવી દેનારા સામે ચુપ ચાપ તમાશો જુવે છે વાત માત્ર અત્યારે રાજીનામાં માટે થયેલા હોકારા પડકારાની નથી.
ગુજરાતમાં આરોગ લાગુ થાઓ છે છેલ્લા વર્ષોમાં જ્યારે વિધાન સભાની ચૂંટણીઓ યોજાયા પછી વિપક્ષમાં ચુંટાયેલા નેતા પોતાની બેઠક પરથી રાજીનામું આપી સત્તા પક્ષમાં જોડાય અને ખાલી પડેલી બેઠક પર ફરી ચૂંટણી યોજાય! સત્તા પક્ષ આ જ નેતાને, આજ બેઠક પર ચૂંટણીની ટીકીટ આપે અને સમર્થકો આજ બેઠક પર તેને ફરી જીતાડે. જીતે પણ કદાચ એ જ તો પ્રશ્ન એ થાય કે આ એક જ માણસને માત્ર આ પાર્ટી માંથી આ પાર્ટીના ધારાસભ્ય બનાવવા આ ચૂંટણી કરવાની? આ ખર્ચ કોણ ભોગવે? શું કામ ભોગવે? આવા ખેલ પ્રજાએ મુક પ્રેક્ષક બનીને ક્યાં સુધી જોયા કરવાના? આમાં પ્રજાનો શું વાંક? પ્રજા તો ધારે ત્યારે પોતાના પ્રતિનિધિને પાછો નથી બોલાવી શકતી.
વર્ષો પહેલા ભારતમાં ચુટાયેલા પ્રતિનિધિ રાતો રાત પક્ષ પલટો કરતા, સરકારો પડી જતી અને લોકશાહીમાં લોકોના અધિકારો જ ગલી જવમાં આવતા. આ આયારામ ગયારામની નીતિ અટકાવવા કાયદો લાવવામાં આવ્યો કે ચુટાયેલા ધારા સભ્યો, સંસદ સભ્યો રાતો રાત પક્ષ પલટો કરી શકશે નહીં તેમણે પહેલા પદ ઉપરથી રાજીનામું આપવું પડશે પછી પક્ષ બળવાનો અને પછી ફરી ચૂંટણી લડવાની. આ કાયદામાં એક છૂટ રાખવામાં આવી કે જો કોઈ પાર્ટીના એક ચુટાયેલા સભ્યોમાંથી એક તૃતિયાંસ સભ્યો એક સાથે બીજી પાર્ટીમાં જશે તો તેમનું ધારાસભ્ય પદ ચાલુ રહી શકશે. વ્યક્તિગત પક્ષ પલટા પર કાબુ લાવવા બનેલા કાયદાએ સામુહિક પક્ષ પલટા ની દિશા બતાવી અને અનેક પાર્ટીઓ મોટા પાયે તૂટી!
ગુજરતમાં ભાજપ આવા મોટા પલાયનનો ભોગ બનેલો, પણ ભાજપ સત્તામાં આવ્યા પછી શિવશેના સહિત અનેક પક્ષો આ બહુમત પ્લાય્નનો ભોગ બન્યા અને લાભ ભાજપને મળ્યો. એક સમયે કહેવાતું કે ઇન્દિરા ગાંધી થાંભલો ઊભો રાખે તો તે પણ ચૂંટણી જીતી જાય. તેવું જ હવે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી વિશે બોલાય છે અને અનુભવાય છે. અનેક યોગ્ય લોકો મોદીના નામે ચુંટાઇ આવે છે, અને માટે જ સતત જીતતી ભારતીય જનતા પાર્ટીમાં ઘણા લોકો હવે ચૂંટણીને રમત માનતા થઇ ગયા છે. તેમને મન લોકોના મત તો ખિસ્સામાં પડેલા છે જ્યારે ઈચ્છે ત્યારે વાપરી શકાય તેમ છે. આ અટકવું જોઈએ આમાતે શું થઇ શકે તેનો વિચાર થવો જોઈએ.
જો આ રમત અટકાવ્વવી હોય, નેતાઓની નફ્ફટાઈ રોકવી હોય તો પ્રથમ તો પ્રજાએ નક્કી કરવું પડશે કે ચૂંટણી સમયે આપણે જે ધારાસભ્ય મત માંગવા આવે તેને પૂછવું પડશે કે તું જીતી ગયા પછી પાંચ વર્ષ સુધી સ્થિર મક્કમ રહીશને? તારે રાજીનામું આપવાનું થાય તો અમને પૂછીશ? ફરી મત માંગવા આવવાનું નહી.
જો ઉમેદવાર જીત્ય પછી રાજીનામું આપે અને ફરી ચૂંટણીમાં ઊભો રહે તો પ્રજાએ તેને વોટ આપવો જ નહીં, પણ આ ઉપાયો આદર્શ અને કાલ્પનિક છે. આ ચુટાયેલા ધારાસભ્યો ચૂંટણી-ચૂંટણી રમવાની નફ્ફટાઈ બંધ ત્યારે જ કરે જો કાયદો બને કે ચુતાયેલ ધારાસભ્ય ચાલુ ટર્મમાં રાજીનામું આપે તો બીજા પાંચ વર્ષ સુધી ચૂંટણી લડી શકશે નહીં. કારણકે પ્રજાએ તો તમને પસંદ જ હતા રાજીનામું તમે આપ્યું છે તો થોડો આરામ કરો.
પાર્ટી બદલો તેનો વાધો નહી. લોકસેવા કરો ચૂંટણી પાંચ વર્ષ પછી જ લડી શકશો. આમ પણ દેશમાં વન નેશન વન ઇલેક્શનની વાત થાય છે. તો એક વિધાનસભા સીટ માટે એક જ વાર ચૂંટણીનો નિયમ કરવામાં શું વાધો છે. જો રાજીનામું આપ્યા પછી તરત ચૂંટણી લડવાની વાત પર કાયદેસર પૂર્ણ વિરામ મુકાઈ જાય તો આ આવીજા કોનામાં કેટલી હિમ્મત છે ના હોકારા, પડકાર અને જીતેલા ઉમેદવારોને લાંચ કે ડર દ્વારા પક્ષ પલટાની પ્રજાને લાચાર બનાવી દેનારી રમત બંધ થાય.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે