Home Articles posted by Kartikey Bhatt
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામો આવી ગયાં. હવે ચૂંટણી  સંબંધિત પ્રક્રિયાને થોડો આરામ મળશે. આચાર સંહિતાને કારણે કેટલાંક કામો  શરૂ થશે અને ખાસ તો સરકારી વહીવટીય શાખાઓ પુન: ધમધમતી થશે. સ્વતંત્રતાનાં લગભગ 75 વર્ષ પછી પણ આપણી ચૂંટણી પ્રક્રિયામાં મોટાં  પરિવર્તનો આવ્યાં નથી. કોમ્યુટરાઈઝેશન અને ડીજીટલાયઝેશનના જમાનામાં  હવે ચૂંટણી પ્રક્રિયાને પણ
સરકારે ભલે નવી શિક્ષણનીતિ જાહેર કરી, પણ સમાજ પોતાના અનુભવ, સમજણ અને  જરૂરિયાત મુજબ પોતાની એક શિક્ષણનીતિ તૈયાર કરી જ દેતો હોય છે. આમ પણ  ભારતમાં મોટા ભાગની આધુનિક વ્યવસ્થાઓની સાથે પ્રજાએ પોતાની સમાંતર  વ્યવસ્થાઓ ગોઠવી જ દીધી છે. એટલે માત્ર કાળા નાણાંની જ સમાંતર અર્થવ્યવસ્થા હોય  તેવું નથી. સમાંતર રાજવ્યવસ્થા,  સમાંતર ન્યાય વ્યવસ્થા કે […]
આંતરરાષ્ટ્રિય બજારોમાં કૃડ ઓઈલનો ભાવ 107 ડોલર પ્રતિ બેરલ અને  ડોલરનો ભાવ 65 રૂપિયા હતો ત્યારે ભારતમાં પેટ્રોલ 73 રૂપિયે લીટરને  પાર થયું અને દેશભરમાં ભાવવધારાનો વિરોધ થયો. વિપક્ષોએ ભારત  બંધનું એલાન આપ્યું, જેની આગેવાની ભારતીય જનતા પાર્ટીએ લીધી હતી.  અર્થશાસ્ત્રીઓ અને સત્તાવાળા બન્ને કહી રહ્યા હતા કે પેટ્રોલ-ડિઝલના ભાવ  આંતરરાષ્ટ્રિય પરિબળો, માંગ-પુરવઠાના નિયમો મુજબ […]
શિક્ષણ કે આજના સમયની પ્રાથમિક જરૂરિયાત છે પણ શિક્ષણ સુવિધાના નામે આપણે ત્યાં ચૂંટણી લડાઇ હોય એવું ભાગ્યે જ બન્યું છે. દિલ્હીમાં ‘આપ’. એટલે કે આમ આદમી પાર્ટી એવું કહે છે કે પ્રજા અમને વોટ આપે છે કારણકે અમે સરકારી શાળાઓ સુધારી નાખી. શિક્ષણ એ આપણી મધ્યમ વર્ગીય અને ગરીબ પરિવારોની ચિંતાનો મુખ્ય વિષય છે. […]
‘જો મારે સારા રસ્તા પર વાહન ચલાવવા માટે રૂપિયા ચુકવવાના છે! મારાં બાળકોને સારું શિક્ષણ રૂપિયા ખર્ચીને મેળવવાનું છે. આરોગ્ય સુવિધાઓ પૈસા ખર્ચીને જ મેળવવાની છે. વીજળી-પાણી જેવી તમામ પાયાની સુવિધાઓ રૂપિયા ખર્ચીને મેળવવાની હોય તો આ ચૂંટણી ખર્ચ હું શું કામ ભોગવું! શું સરકારોનું કામ માત્ર લાયસન્સ વહેંચવાનું છે! કોણ શું વેચશે! એ નકકી […]
મુશ્કેલીઓની વચ્ચે માણસ જ્યારે માર્ગ કાઢે ત્યારે ક્યારેક તેની ખુમારી પ્રગટે છે અને ક્યારેક તેની મજબૂરી. કોરોના મહામારીથી શાળામાં વર્ગખંડ શિક્ષણ બંધ થયું તે અંતે ગયા અઠવાડીએ શરૂ થયું. દસમા બારમા પછી નવમા  દશમા અને હવે છ થી આઠ ધોરણ માટે બાળકોને શાળાએ જવાની મોકલવાની મંજૂરી આપવામાં આવી છે. કોરોના  સંક્રમણ ઘટી રહ્યું છે પણ […]
સુગંધ હવામાં ફેલાય તે કરતાં વધારે ઝડપે હવે વોટસેપમાં ઓડીયો-વીડિયો કે મેસેજ ફેલાય છે. જેને આપણે ‘વાયરલ’ નામ આપ્યું છે. કશું વાયરલ થાય એ પાછું પ્રિન્ટ અને ઇલેકટ્રોનિકસ મિડિયામાં સમાચાર પણ બને! જે પ્રજા પાસે ઓલરેડી પહોંચી ચૂકયું છે તે સમાચાર સ્વરૂપે ફરી પહોંચે છે અને બાકી રહી ગયેલાઓને પણ કુતૂહલ થાય છે કે એવું […]
‘‘જય ધોરણ લાલકી’’…. ગુજરાતી એકાંકી શિક્ષણ ક્ષેત્રે મૂલ્યોના પતનની વાત કરતું એકાંકી આજે  યાદ આવે છે! દિગીશ મહેતાકૃત આ નાટકમાં ખેતરમાં શાળા ખોલીને કમાણી કરવા માંગતા શાળા  સંચાલકની વાત છે, જે મૂળમાં શિક્ષણનો વેપાર કરવા માગે છે. શાળા કોલેજોની એકાંકી સ્પર્ધામાં તાળીઓ ઉઘરાવતું નાટક જય ધોરણ લાલકી આજે હકીકત બનીને  ઠેર ઠેર ભજવાય છે. સરકારી […]
વધુ એક આર્થિક બજેટ રજૂ થઈ ચૂક્યું છે. આડત્રીસ લાખ કરોડથી વધુ રકમનું બજેટ નાણાંકીય  મૂલ્યની રીતે ઐતિહાસિક છે. દેશમાં ચર્ચા છે કે આનાથી વૃધ્ધિ થશે. જો કે નવ ટકાના દરે  રાજકોષિય ખાધ ફુગાવો કરશે. સંરક્ષણ બજેટ પાંચ લાખ કરોડે પહોંચે તો નવાઈ નહીં! છત્રીસ  હજાર કરોડથી વધુ રકમ સ્વાસ્થ્ય ખાસ તો કોરોના વિરુધ્ધ રસીકરણ […]
શિક્ષણમાં હવે બધું પૂર્વવત્ થવાના સંજોગો છે. કોરોના મહામારીએ આપણા જીવન પર વ્યાપક અસરો પાડી છે. પણ બધું સામાન્ય અને પૂર્વવત્ થાય ત્યારે આપણે જૂના દુર્ગુણો અને કુટેવોને પણ પૂર્વવત્ કરીશું? જેમ કે લોકડાઉનમાં તમાકુ-ગુટખા-પાન-બીડી મસાલાના વ્યસનીઓ તે બધા વગર પણ જીવ્યા. ઘણાં શરૂઆતના તબક્કામાં હતા તેમને વ્યસન છૂટયાં. શું જનજીવન સામાન્ય થયા પછી આ […]