રઢીયાપુરા ગામે એસએમસીએ પાડેલા દરોડામાં દરોડામા મનોજ પાપડ સહિત છ આરોપીઓની ધરપકડ કરાઈ હતી
લાલુ સિંધી સહિત 10 આરોપીઓ પોલીસ પકડથી દુર

વડોદરા તા.14
સ્ટેટ મોનિટરીંગ સેલે નંદેસરી પોલીસ સ્ટેશન હદમાં રઢીયાપુરા ગામે રેડ કરીને કરોડો રૂપિયાના દારૂ ના જથ્થા સાથે 6 આરોપીની ધરપકડ કરાઈ હતી. ત્યારે આ ગુનામાં વોન્ટેડ લાલુ સિંધી ગેંગના આરોપી સુનિલ ઉર્ફે અદાને ઝડપી પાડવામાં આવ્યો છે.
નંદેસરી પોલીસ સ્ટેશનની હદમાં ગત 29 માર્ચ, 2026ના રોજ રઢીયાપુરા ગામે સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે દરોડો પાડી રૂ. 43 લાખથી વધુનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ કાર્યવાહીમાં શહેરના લિસ્ટેડ બુટલેગર મનોજ ઉર્ફે પાપડ સહિત 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને દારૂ સહિત રૂ. 1.40 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં દારૂના ગેરકાયદે ધંધાનું મોટું નેટવર્ક બહાર આવ્યું હતું, જેમાં લાલુ સિંધી, સુનિલ ઉર્ફે અદો અને કાલુ ટોપી સહિત 11 આરોપીઓના નામ ખુલતા તમામને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
આ નેટવર્કમાં સુનિલ ઉર્ફે અદો અને લાલુ સિંધી મુખ્ય સૂત્રધાર માનાતા હોવાથી SMCએ તેમની શોધખોળ શરૂ કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ સુનિલ ઉર્ફે અદો ફરાર થઈને ગુડગાંવમાં સંતાયેલો હોવાની બાતમી મળતા ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને સિક્રેટ મિશન હાથ ધરીને વોચ ગોઠવી ટેકનિકલ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ઓપરેશન પાર પાડી તેને ઝડપી પાડ્યો છે.
એસએમસીના સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ સુનિલ પકડાયો છે.પોલીસે તેને અમદાવાદ લાવી આગળની કાનૂની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે.