National

‘મોદી સરકારમાં ચીન એક ઇંચ જમીન પર પણ કબ્જો કરી શક્યુ નથી’, ગૃહમંત્રી અમિત શાહનું મોટું નિવેદન

લખીમપુર: આગામી લોકસભા ચૂંટણીને (Lok Sabha Elections) ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Union Home Minister Amit Shah) આસામના પ્રવાસે છે. પ્રવાસ દરમિયાન તેમણે મંગળવારે આસામના (Assam) લખીમપુરમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. તેમજ વિપક્ષ સહિત તેમણે ચીન (China) ઉપર પણ આકરા પ્રહારો કર્યા હતા. જેમાં તેમણે અરુણાચલનો પણ ઉલ્લેખ કર્યો હતો.

રેલી દરમિયાન તેમણે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી સરકારમાં ચીન ભારતની એક ઇંચ પણ જમીન પર કબ્જો કરી શક્યું નથી. તેમણે કહ્યું કે લોકો ક્યારેય ભૂલી શકશે નહીં કે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ 1962માં ચીનના આક્રમણ દરમિયાન આસામ અને અરુણાચલને એકલા છોડી દીધું હતું.

‘ચીન એક ઇંચ પણ જમીન કબ્જે કરી શક્યું નથી’
શાહે કહ્યું, જ્યારે ચીને હુમલો કર્યો, ત્યારે લડવાને બદલે જવાહરલાલ નેહરુએ આસામને બાય-બાય કહ્યું હતું. તેમજ આસામને એકલું છોડી દીધું હતું. પરંતુ નરેન્દ્ર મોદીની સરકારમાં ચીન દેશની એક ઇંચ જમીન પર પણ કબજો કરી શક્યું નથી. આ પ્રકારનું શાસન નરેન્દ્ર મોદીએ આપ્યું છે.

ગૃહ મંત્રીએ વધુમાં કહ્યું કે, અરુણાચલ અને આસામ 1962ને ક્યારેય ભૂલી શકતા નથી. નરેન્દ્ર મોદીના સમયમાં, ચીને ડોકલામમાં થોડી હિંમત કરી હતી. તેમજ અહીંની જમીન કબ્જે કરવાની કોશિશ કરી હતી. જેને મોદી સરકારે ના કામ કારી હતી. તેમજ હિમ્મત દાખવી ચીનને ત્યાંજ સરહદ ઉપર 43 દિવસ સુધી રોકી રાખ્યું અને નરેન્દ્ર મોદીએ ચીનને પાછા જવા માટે દબાણ કર્યું હતું.

આસામમાં એક જાહેર સભા દરમિયાન જણાવ્યું હતું
આસામના લખીમપુરમાં એક ચૂંટણી રેલીને સંબોધતા શાહે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે બાંગ્લાદેશ સાથેની સરહદ સુરક્ષિત કરી અને ઘૂસણખોરી અટકાવી છે. આ સાથે જ તેમણે CAA વિષે પણ વાત કરી હતી. તેમજ વિપક્ષ ઉપે આકરા પ્રહારો કર્યા હતા.

શાહે બીજું શું કહ્યું?
અમિત શાહે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર જોરદાર નિશાન સાધ્યું. રેલીને સંબોધતા તેમણે કહ્યું કે તમારે 19 એપ્રિલે નક્કી કરવું પડશે કે તમારો સાંસદ કોણ હશે, કઈ પાર્ટીની સરકાર બનશે અને આગામી વડાપ્રધાન કોણ હશે. તમારી પાસે બે વિકલ્પ છે, એક તરફ રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારતનું ગઠબંધન છે અને બીજી બાજુ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ છે.

અમિત શાહે અહીં રામ મંદિરનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું, ‘હું તમને કહેવા માંગુ છું કે આવનારા દિવસોમાં આસામ પણ દેશના અન્ય રાજ્યોની જેમ વિકસિત રાજ્ય બનશે. કોંગ્રેસે રામ મંદિરનો મુદ્દો વર્ષો સુધી પેન્ડિંગ રાખ્યો હતો. પરંતુ આ નિર્ણય પીએમ મોદીના કાર્યકાળ દરમિયાન લેવામાં આવ્યો હતો અને ભૂમિપૂજનની સાથે 22 જાન્યુઆરીએ રામલલાનો ‘અભિષેક’ પણ થયો હતો.

Most Popular

To Top