National

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારને મળી ‘Z’ શ્રેણીની સુરક્ષા, ગૃહ મંત્રાલયે શા માટે લીધો આ નિર્ણય?

નવી દિલ્હી: લોક સભા ચૂંટણી (Lok Sabha Elections) પહેલા ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનર (Chief Election Commissioner) રાજીવ કુમારની (Rajeev Kumar) સુરક્ષા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજીવ કુમારને ‘Z’ શ્રેણીની સુરક્ષા (Z security) આપવામાં આવશે. તેમજ તેમને આ સુરક્ષા પુરી પાડવાની ભલામણ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં આવી હતી. જેનું કારણ પણ સામે આવ્યુ છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર ઈન્ટેલિજન્સ બ્યુરો (IB)ના સૂત્રોના હવાલાના આધારે મુખ્ય ચૂંટણી કમિશનરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. તેમજ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ને લગભગ 40-45 જવાનોની ટુકડી પૂરી પાડવાનું કામ સોંપ્યું છે.

કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓએ તેમના અહેવાલમાં મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) રાજીવ કુમાર માટે મજબૂત સુરક્ષાની ભલામણ કરી હતી. જેના અંતર્ગત મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારની સાથે દેશભરમાં સશસ્ત્ર કમાન્ડોની ટુકડી તૈનાત કરવામાં આવશે.

Z શ્રેણી સુરક્ષા પ્રોટોકોલ હેઠળ રાજીવ કુમારની સુરક્ષા માટે CRPF કમાન્ડો સહિત કુલ 33 સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવશે. જેમાં કુમારના નિવાસસ્થાન પર 10 સશસ્ત્ર સ્ટેટિક ગાર્ડ્સને તૈનાત કરવામાં આવશે. તેમજ છ પ્રાઇવેટ સિક્યુરિટી ઓફિસર્સ (પીએસઓ) જેઓ ચોવીસ કલાક તેમને સુરક્ષા પૂરી પાડશે.

આ સાથે જ કુમારની સુરક્ષામાં ત્રણ શિફ્ટમાં કામ કરતા 12 સશસ્ત્ર એસ્કોર્ટ કમાન્ડો સામેલ હશે. તેમજ દરેક સમયે કુમારની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે દરેક શિફ્ટ દીઠ બે નિરીક્ષકો અને ત્રણ ટ્રેઇન્ડ ડ્રાઇવરો સ્ટેન્ડબાય પર રહેશે.

શા માટે રાજીવ કુમારને આપવામાં આવશે સુરક્ષા
સૂત્રોનું માનીએ તો રાજીવ કુમારની સુરક્ષા વધારવાનો આ નિર્ણય લોકસભા ચૂંટણી પહેલા જ લેવામાં આવ્યો છે. જે ચૂંટણી પહેલા ચાલી રહેલા રાજકીય માહોલના વધેલા ઉથલપાથલને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. કારણ કે તૃણમૂલ કોંગ્રેસ જેવી વિપક્ષી પાર્ટીઓ ચૂંટણી પંચ સામે સતત વિરોધ પ્રદર્શન કરી રહી છે.

રાજીવ કુમાર માટે ભલામણ કરનાર કેન્દ્રીય ગૃહ મંત્રાલયના જણાવ્યા મુજબ અન્ય કારણ એ પણ સામે આવ્યું છે કે IBના હવાલાથી માહિતી પ્રાપ્ત થઇ હતી કે રાજીવ કુમાર અસુરક્ષિત છે. તેમજ તેમની ઉપર અન્ય પાર્ટીઓ જુઠા આરોપો લગાવી રહી છે. માટે આવી પરિસ્થિમાં રાજીવ કુમારને કોઇ અસુવિધા તેમજ અસુક્ષા ન થાય તે માટે પણ તેમની સુરક્ષામાં વધારો મહત્વપુર્ણ છે.

2022માં મુખ્ય ચૂંટણી કમિશનરનું પદ સંભાળ્યું
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર 1984 બેચના નિવૃત્ત IAS અધિકારી છે. તેમણે 15મી મે 2022ના રોજ 25મા CEC તરીકે ચાર્જ સંભાળ્યો હતો. અગાઉ તેમને 1 સપ્ટેમ્બર, 2020 ના રોજ ચૂંટણી સંસ્થામાં ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. નિવૃત્ત થતાં પહેલાં તેમના વહીવટી કાર્યકાળ દરમિયાન, તેમણે તેમનો મોટાભાગનો સમય બિહાર અને ઝારખંડમાં વિતાવ્યો હતો.

Most Popular

To Top