National

નૈનીતાલમાં ગમખ્વાર અકસ્માત, પીકઅપ 200 મીટર ઊંડી ખાઈમાં પડતા આઠના મોત

નૈનીતાલ: નૈનીતાલ (Nainital) નજીક બેતાલઘાટ વિસ્તારમાં ગત મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત (Accident) બન્યો હતો. આ અકસ્માત મલ્લા ગામમાં (Malla village) ઉંચકોટ મોટર રોડ પર સોમવારે મોડી રાત્રે લગભગ 10:30 વાગ્યાની આસપાસ બન્યો હતો.

આ અકસ્માતમાં એક પીકઅપ વાન 200 મીટર ઊંડી ખાઈમાં પડી ગઇ હતી. અકસ્માતમાં ડ્રાઈવર સહિત આઠ લોકોના મોત થયા હતા. તેમજ વાહનમાં મુસાફરી કરી રહેલા બે નેપાળી મજૂરો પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમને હાયર સેન્ટરમાં રીફર કરવામાં આવ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ વાનમાં 11 લોકો સવાર હતા. જેમાંથી 8ના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અકસ્માતની માહિતી મળતાં જ પોલીસ અને પ્રશાસનની ટીમ થોડી જ વારમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તેમજ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

સમગ્ર મામલે નૈનીતાલ પોલીસ સ્ટેશનના વડા અનીસ અહેમદે જણાવ્યું હતું કે સોમવારે મોડી રાત્રે પીકઅપ ખાઈમાં પડી હોવાની માહિતી મળતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થાનિક લોકોની મદદથી બચાવ કાર્ય શરૂ કર્યું હતું.

તેમજ આ અકસ્માતમાં ડ્રાઇવર રાજેન્દ્ર કુમાર (42), હરિરામના પુત્ર, ઓડાબાસ્કોટ નિવાસી, સિવાય વાહનમાં નવ નેપાળી મજૂરો હતા. અકસ્માતગ્રસ્ત દરેક લોકો આ વિસ્તારમાં પીવાના પાણીની લાઇન નાંખવાનું કામ પૂર્ણ કરીને પરત ફરી રહ્યા હતા. ત્યારે આ અકસ્માત થયો હતો.

અકસ્માતમાં જીવ ગુમાવનારાઓની યાદી
વિશ્રામ ચૌધરી (50), ધીરજ (45), અંતરામ ચૌધરી (40), વિનોદ ચૌધરી (38), ઉદય રામ ચૌધરી (55), તિલક ચૌધરી (45), ગોપાલ બસનિયાત (60), રાજેન્દ્ર કુમાર રહેવાસી બેતાલઘાટ, નૈનીતાલ.

ઘાયલોના નામ
શાંતિ ચૌધરી, છોટુ ચૌધરી, પ્રેમ બહાદુર જિલ્લો કટિહાર

છેલ્લા બે વર્ષમાં નૈનીતાલમાં થયેલા મોટા માર્ગ અકસ્માતો
22 ફેબ્રુઆરી 2022: ચંપાવતમાં રેથા સાહિબ રોડ પાસે તેમનું વાહન ખાઈમાં પડતાં 14 લોકોનાં મોત થયાં.
9 જુલાઈ, 2022: ધેલા નદીના જોરદાર પ્રવાહમાં કાબૂ બહાર ગયેલી કારમાં નવ લોકોના મોત થયા હતા.
23 માર્ચ, 2023: પૂર્ણાગિરી મંદિરથી પરત ફરી રહેલા ત્રણ ભક્તોને એક વાહને કચડી નાખ્યા, મૃત્યુ પામ્યા.
8 ઓક્ટોબર 2023: નૈનીતાલ-કાલાઢુંગી રોડ પર બસ ખાઈમાં પડી, સાત મુસાફરોના મોત.
18 નવેમ્બર 2023: શિબિરાર્થી ચેરાખાન-રીઠાસાહિબ રોડ પર 500 મીટરના ખાડામાં પડી ગયો હતો. જેમાં નવ લોકોના મોત થયા હતા.

Most Popular

To Top