National

MVA સીટ શેરિંગ: કોંગ્રેસને 17, શરદ પવારની પાર્ટીને 10 અને ઉદ્ધવ ઠાકરેને.., આ છે ડ્રાફ્ટ

નવી દિલ્હી: મહારાષ્ટ્રમાં (Maharashtra) વિપક્ષી ગઠબંધન મહાવિકાસ અઘાડીએ (Mahavikas Aghadi) સીટ વહેંચણીની (Seat sharing) જાહેરાત કરી છે. આ અંતર્ગત શિવસેનાના ઉદ્ધવ જૂથ, NCP અને કોંગ્રેસની સીટ વહેંચણીની જાહેરાત થઇ હતી. મુંબઈમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ત્રણેય પક્ષોના અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા.

મહારાષ્ટ્રના વિપક્ષી ગઠબંધન મહાવિકાસ અઘાડી (MVA)માં સામેલ કોંગ્રેસ, શિવસેના (UBT) અને NCP (SCP) વચ્ચે બેઠકોની વહેંચણી અંગે ચર્ચા થઈ હતી. ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેના (UBT) કુલ 48 બેઠકોમાંથી 21 બેઠકો પર ચૂંટણી લડશે. જ્યારે કોંગ્રેસ 17 સીટો પર અને શરદ પવારની પાર્ટી NCP (SCP) 10 સીટો પર ચૂંટણી લડશે.

અગાવ સાંગલી, ભિવંડી અને મુંબઈ નોર્થની સીટ શેરિંગ મામલે ત્રણેય પક્ષો વચ્ચે સંઘર્ષ થયો હતો. જોકે હવે આ સ્થળોએ સીટ શેરિંગ સ્પષ્ટ થઈ ગઇ છે. NCP (SCP) ભિવંડી બેઠક પર ચૂંટણી લડશે. ગઠબંધન સમજૂતી હેઠળ સાંગલી સીટ શિવસેના (યુબીટી) અને મુંબઈ ઉત્તર સીટ ઉપર કોંગ્રેસ ચૂંટણી લડશે.

તેમજ MVA એ સીટ શેરિંગ ફોર્મ્યુલાની જાહેરાત કરવા માટે પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. જેમાં શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરે, કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલે અને NCP (SCP)ના વડા શરદ પવાર અને અન્ય વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.

કોંગ્રેસ આ 17 સીટો પર ચૂંટણી લડશે
કોંગ્રેસ નંદુરબાર, ધુલે, અકોલા, અમરાવતી, નાગપુર, ભંડારા ગોંદિયા, ગઢચિરોલી ચિમુર, નાંદેડ, જાલના, ઉત્તર મધ્ય મુંબઈ, પુણે, લાતુર, સોલાપુર, કોલ્હાપુર, રામટેક અને ઉત્તર મુંબઈથી ચૂંટણી લડશે.

શરદ પવારની NCP આ 10 બેઠકો પર ચૂંટણી લડશે
શરદ પવારની NCP બારામતી, શિરુર, સતારા, ભિવંડી, ડિંડોરી, રવે, વર્ધા, અહમદનગર દક્ષિણ અને બીડથી ચૂંટણી લડશે.

ઉદ્ધવ ઠાકરેની શિવસેના આ 21 બેઠકો પર ચૂંટણી લડશે
દક્ષિણ મુંબઈ, દક્ષિણ મધ્ય મુંબઈ, ઉત્તર પશ્ચિમ મુંબઈ, મુંબઈ ઉત્તર પૂર્વ, જલગાંવ, પરભણી, નાશિક, પાલઘર, કલ્યાણ, થાણે, રાયગઢ, માવલ, ધારાશિવ, રત્નાગિરી, બુલઢાણા, હાથકનાંગલે, સંભાજીનગર, શિરડી, સાંગલી, હિંગોલી, યવતમાલ અને વાશિમ શિવસેના UBT થી ચૂંટણી લડશે.

ઉદ્ધવ ઠાકરે પહેલેથી જ લોકસભા ચૂંટણી (લોકસભા 2024) માટે 21 ઉમેદવારોની લીસ્ટની જાહેરાત કરી ચૂક્યા છે. તેમજ થોડા દિવસો પહેલા શિવસેના (UBT) એ પણ ચાર ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. અગાઉ તેમણે 17 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી.

Most Popular

To Top