Madhya Gujarat

દાહોદ જિલ્લામાં ભર ઉનાળે વરસાદ

દાહોદ શહેર, લીમડી, ગરબાડા તાલુકા સહિત પંથકમાં કમોસમી વરસાદ ખાબક્યો.


આદિવાસી સમાજમાં લગ્નસરાની સિઝન શરૂ થતાં લગ્ન પ્રસંગમાં વરસાદ ખાબકતા જાનૈયાઓ મુશ્કેલીમાં મુકાયા.

દાહોદ/ગરબાડા: દાહોદ જિલ્લામાં દાહોદ શહેર, લીમડી અને ગરબાડામાં ભર ઉનાળે વરસાદ પડતાં ખેડૂતો ચિંતામાં મુકાયા હતા તો બીજી તરફ અહી લગ્નની સીઝન શરૂ થઈ હોય લગ્ન લઈને બેઠેલા પરિવારો પણ ચિંતામાં મુકાઇ ગયા હતાં.

દાહોદ શહેર સહિત જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવતા વીજળીના કડાકા અને ધડાકા સાથે સાંજના પાંચ વાગ્યાના આસપાસ દાહોદ શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી ત્યારે બીજી તરફ મીરાખેડી ગામે બરફના કરા પડતા લોકોમાં કુતુહલ સર્જાયું હતું.

બપોર બાદ દાહોદ શહેર સહિત જિલ્લામાં એકાએક વાતાવરણમાં પલટો આવતા આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને સાંજના પાંચેક વાગ્યાના આસપાસ પવનના સુસવાટા તેમજ વીજળીના કડાકા ધડાકા સાથે દાહોદ શહેરની સાથે સાથે ઝાલોદ, લીમડી, ફતેપુરા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ત્યારે બીજી તરફ મીરાખેડી ગામમાં બરફના કરા પડ્યા હતા. કેટલાક દિવસોથી અસહ્ય ગરમી તેમજ બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા. તો બીજી તરફ આજરોજ કમોસમી વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીથી રાહત મળી હતી. આ કમોસમી વરસાદને પગલે દાહોદ જિલ્લાની એપીએમસી ખાતે દોડધામ મચી જવા પામી હતી. એપીએમસીની બહાર ખુલ્લામાં મૂકવામાં આવેલ અનાજનો જથ્થો પણ પડી જવા પામ્યો હતો જેને પગલે એપીએમસીના વેપારીઓમાં દોડધામ ના દ્રશ્યો જોવા મળ્યા હતા. કમોસમી વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ પણ જોવા મળ્યો હતો. હાલ જ્યારે લગ્ન પ્રસંગનો માહોલ ચાલી રહ્યો છે તેવા સમયે આવા પ્રસંગોમાં કમોસમી વરસાદના આગમનને પગલે લગ્ન આયોજકોમાં દોડધામ મચી જવા પામી હતી તો લગ્ન આયોજકોમાં ચિંતાનો માહોલ પણ જોવા મળ્યો હતો.



ગુરુવારે સાંજના સમયે ગરબાડા તાલુકામાં હવામાન વિભાગની આગાહી ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો ત્યારે ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ ચોમાસાની ઋતુ નો અનુભવ થયો હતો ત્યારે ભર ઉનાળે પણ કમોસમી વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યુ હતું અને ઉનાળા પાક સહિત પશુઓ માટે મૂકી રાખેલ ઘાસચારો ભીંજાઈ જવા પામ્યો હતો ત્યારે કેટલાક ખેડૂતોએ તૈયાર પાક તેમજ ઘાસચારા ને બચાવવા માટે તાડપત્રી થી ઢાંકી દેવામાં આવ્યો હતો ત્યારે ખેડૂતોમાં કમોસમી વરસાદ વરસતા ચિંતાનું મોજુ ફરી વળ્યુ હતું તેમજ ભર ઉનાળે પણ કમોસમી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી તથા હાલ આદિવાસી સમાજમાં લગ્નસરાની સિઝન શરૂ થઈ હોય જેથી લગ્ન માટે વરરાજા જાન લઈ માંડવે પહોંચી ગયા હોય પરંતુ ખરા સમયે કમોસમી વરસાદ ખાબકતા લગ્ન પ્રસંગોમાં ખલેલ પહોંચી હતી અને લગ્ન પ્રસંગે મંડપ પણ ભીંજાઈ જતા જાનૈયાઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

Most Popular

To Top