Vadodara

વડોદરા : આજવા રોડ પરના મકાનમાંથી રૂ. 3.23 લાખ મતાની ચોરી કરનાર ફરાર આરોપી ઝડપાયો

પોલીસ ધરપકડથી બચવા માટે સાડા ચાર મહિનાથી નાસતો ફરતો હતો.

ક્રાઇમ બ્રાન્ચે ગોલ્ડન ચોકડી બ્રિજ નીચેથી દબોચી બાપોદ પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરાયો

પ્રતિનિધિ વડોદરા તા.11

વડોદરાના આજવા રોડ પરની સોસાયટીના મકાનમાંથી રૂ. 3.23 લાખ મતાની ચોરી કરનાર સાડા ચાર મહિનાથી નાસતા ફરતા 18 વર્ષના આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ગોલ્ડન ચોકડી બ્રિજ નીચેથી દબોચી લીધો હતો. ત્યારબાદ આગળની આગળની કાર્યવાહી માટે બાપોદ પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરવામાં આવ્યો હતો.

ક્રાઇમ બ્રાન્ચની ટીમે શહેર વિસ્તારમાં પટ્રોલિંગ કામગીરી કરી રહી હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધઆરે ગોલ્ડન ચોકડી બ્રિજ નીચેથી શંકાસ્પદ હાલતમાં વિકાસ ઉર્ફે વિજય દિપક દેવીપુજક ( ઉં.વ. 18, રહે. ગોલ્ડન ચોકડી બ્રિજ નીચે)ને ઝડપી પાડ્યો હતો. તેની કડકાઇથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ કરાઇ હતી. ત્યારે તેણે કબૂલાત કરી હતી કે સાડા ચાર મહિના પહેલા આજવા રોડ પર આવેલી વ્રજભુમી સોસાયટીના એક બંધ મકાનમાં સાગરીતો સાથે ઘુસ્યા અને તિજોરીમાં મુકેલા સોના ચાંદીના દાગીના, મોબાઇલ,સ્માર્ટવોચ તથા રોકડ રકમ મળી 3.23 લાખ માલમતાની ઘરફોડ ચોરી કરી હતી. પોલીસની ધરપકડ ના કરે તેના બચવા માટે છેલ્લા સાડા ચાર મહિનાથી અલગ લગ જગ્યા પર નાસતો ફરતો હતો. જેમાં પંચમહાલ તથા રાજસ્થાન ખાતે રહ્યો હોવાનું ઉમેર્યું હતું. દરમિયા વડોદરા આવ્યો હોવાની બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગોલ્ડન ચોકડી બ્રિજ નીચે પહોંચી ગઇ હતી અને તેને દબોચી લીધા બાદ બાપોદ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો હતો.

Most Popular

To Top