SURAT

દિલ્હીથી સુરત આવતા પ્લેનના બાથરુમમાં યુવકે સિગારેટ સળગાવી, પછી જે થયું…

સુરત(Surat): પ્લેનમાં (Plane) જ્વલનશીલ પદાર્થ લઈ જવાની મનાઈ હોય છે તેમ છતાં પશ્ચિમ બંગાળનો (West Bangal) એક યુવક દિલ્હીથી (Delhi) સુરત આવતી એર ઈન્ડિયા એક્સપ્રેસની (Air India Express) ફ્લાઈટમાં સિગારેટ લઈ બેઠો હતો. એટલું જ નહીં આ યુવકે ચાલુ પ્લેનના બાથરૂમમાં જઈ સિગારેટ (Cigarate) સળગાવી હતી. જેના લીધે પ્લેનમાં દોડધામ મચી ગઈ હતી. મુસાફરોના જીવ જોખમમાં મુકનાર યુવક સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

  • દિલ્હીથી સુરત આવતી એરઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટની ઘટના
  • ઑપ્લેનના બાથરૂમમાં 23 વર્ષીય પેસેન્જરે સિગારેટ પીધી
  • લાંબો સમય સુધી બાથરૂમની બહાર ન આવતા તપાસ કરતા ભાંડો ફૂટ્યો
  • એર ઈન્ડિયા એક્સપ્રેસના સ્ટાફે યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી

પ્રાપ્ત માહિતી અનુસાર ગઈ તા. 10 એપ્રિલના રોજ રાત્રિના 9.45 કલાકે એરઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ I51569 સુરત આવવા ઉડી હતી. આ પ્લેનની સીટ નં. 28 એફમાં કૌસ્તવ સત્યજીત બિસ્વાસ (ઉં.વ. 23, રહે ગામ ખાન્ટુરા ગોરબરડાંગા નોર્થ 24 પરગણા પશ્ચિમ બંગાળ) બેઠો હતો. આ યુવક છુપી રીતે પ્લેનમાં સિગારેટ તથા માચીસ બોક્સ લઈ પ્રવેશ્યો હતો. ચાલુ ફ્લાઈટે બાથરુમાં સિગારેટ સળગાવી સ્મોકિંગ કર્યું હતું.

ઘણા સમયથી યુવક બાથરૂમમાં હોય અન્ય પેસેન્જરે ક્રુ મેમ્બરને જાણ કરી હતી. ક્રુ મેમ્બરે બાથરૂમ ખખડાવતા યુવકે દરવાજો ખોલ્યો હતો ત્યારે અંદરથી સિગારેટના ધુમાડા ઉડતા હતા. ગંધ આવતી હતી. તેથી યુવકની પૂછપરછ કરતા યુવકે પોતે બાથરૂમમાં સ્મોક કર્યું હોવાની કબૂલાત કરી હતી.

ફ્લાઈટ સુરત એરપોર્ટના રન વે પર લેન્ડ થયા બાદ ક્રુ મેમ્બરે આ અંગે એર ઈન્ડિયા એક્સપ્રેસ સ્ટાફના માણસોને જાણ કરી હતી. પેસેન્જરોની જિંદગી જોખમાય તે રીતે ઉડતા પ્લેનના બાથરૂમમાં સ્મોકિંગ કરનાર યુવક કોસ્તવ સત્યજીત બિસ્વાસ વિરુદ્ધ બાદમાં એર ઈન્ડિયા એક્સપ્રેસના સ્ટાફે પોલીસ ફરિયાદ કરી હતી.

Most Popular

To Top