SURAT

નકલી ઘી, પનીર બાદ હવે સુરતમાંથી પકડાઈ નકલી સિગારેટ

સુરત(Surat): નકલી ઘી, પનીર, દૂધ બાદ હવે સુરત શહેરમાં નકલી સિગારેટ (Duplicate Cigarate ) પણ વેચાવા લાગી છે. રાંદેર પોલીસે પાલનપુર પાટિયાના એક પાનના ગલ્લા પરથી વિદેશી કંપનીની નકલી સિગારેટનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ સિગારેટના બોક્સ પર ક્યાંય એવું નહોતું લખ્યું કે તે સ્વાસ્થ્ય માટે જોખમી છે.

  • પાલનપુર પાટિયાના જય ભોલે પાન સેન્ટર અને ગુ.હા. બોર્ડના મકાનમાંથી અંદાજે 2 લાખની કિંમતની નકલી સિગારેટનો જથ્થો પકડાયો, બે આરોપીઓની ધરપકડ કરાઈ

પોલીસને બાતમી મળી હતી કે કેટલાંક પાનના ગલ્લાંવાળા નકલી સિગારેટ વેચી રહ્યાં છે. આ બાતમીના આધારે રાંદેર પોલીસે પાલનપર પાટિયાના ગણેશ મંદિર સામે આવેલા જય ભોલે પાન સેન્ટર પર દરોડા પાડ્યા હતા. તપાસમાં રૂપિયા 1.30 લાખની સિગારેટનો જથ્થો મળી આવ્યો હતો. આ સિગારેટ નકલી હોવાનું સાબિત થતા પાન સેન્ટરના માલિક સુભાષ લાલચંત અમરનાણીની ધરપકડ કરાઈ હતી.

આ ઉપરાંત પાલનપુર પાટિયા પાસે ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાંથી પણ વિદેશી સિગારેટનો મોટો જત્થો પોલીસને મળી આવ્યો છે. આ મકાનમાં રહેતા મૂલચંદ નારવાણીએ પોતાના ઘરમાં જ 68,000ની કિંમતી નકલી સિગારેટ સંગ્રહી રાખી હતી. તે જપ્ત કરી લેવાઈ છે. એસઓજી દ્વારા બંને આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી ધરવામાં આવી છે.

અલગ અલગ સિગારેટની કંપનીના પેકેટ નંગ 650ની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ આરોપી સામે ધી સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ કલમ 7,8,9 અને 20 મુજબ રાંદેર પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Most Popular

To Top