Vadodara

વડોદરામાં ગૌમાંસ સપ્લાય કરનાર વધુ એક આરોપીને આણંદ જિલ્લામાંથી દબોચાયો

ભાલેજના ઇમરાનના રિમાન્ડ દરમિયાન આરોપીનું નામ બહાર આવતા પોલીસની એક ટીમ રવાના થઇ હતી

વડોદરા: વડોદરાના છીપવાડમાં પોલીસે રેડ કરીને ગૌમાંસના જથ્થા સાથે 6 આરોપી અને સપ્લાયરની ધરપકડ કરી જેલ ભેગા કરી દેવામાં આવ્યા છે. જ્યારે વડોદરામાં ગૌમાંસ સપ્લાય કરવામાં આણંદના એક શખ્સનું નામ બહાર આવ્યું હતું. જેથી પોલીસને એક ટીમ આણંદ જિલ્લામાંથી આરોપીને દબોચી વડોદરા લાવ્યા બાદ ક્યાં ક્યાં સપ્લાય કરતો હતો તેની પૂછપરછ હાથ ધરી છે.

તાજેતરમાં શહેરના સિટી વિસ્તારમાં આવેલા છીપવામાં ડીસીપી સહિત એલસીબી ઝોન 4ની ટીમે દરોડો પાડીને 326 ગૌમાંસ તથા તેમાંથી કાચા બનાવેલ  કાચા સમોસા સહિતના મુદ્દામાલ સાથે 6 લોકો અને સપ્લાય ભાલેજના ઇમરાન સહિતના 7 આરોપીની ધરપકડ કરીને તેમને જેલ ભેગા કરી દેવામાં આવ્યા હતા. જ્યારે ઇમરાન શેખની પૂછપરછ દરમિયાન વડોદરામાં ગૌમાંસ સપ્લાય કરવામાં અન્ય એક શખ્સ મહંમદ ફરદીનકાસમ કુરીશીનું નામ બહાર આવ્યું હતુ. જેથી સિટી પોલીસની એક ટીમ આણંદના પોલસન ડેરી રોડ પર આવેલા ખાકટીવાડમાં રેડ કરી હતી અને ફરદીન કુરેશીને ઝડપી પાડ્યો હતો. આરોપીને વડોદરા લાવ્યા તેના ક્યાં ક્યાં ગૌમાંસ સપ્લાય કરતો હતો. તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top