Vadodara

વડોદરા: વહુની હેરાનગતિ વિશે પિયરમાં જાણ કરતા વહુએ સાસુને માર માર્યો

સસરાને અસ્થમા ની બીમારી હોવાથી મશીનનો ઉપયોગ કરતા તો વહુ મશીન પણ ફેંકી દેતી હતી.
અભયમ ને બનાવ અંગે જાણ થતાં વહુનું કાઉન્સિલિંગ કરીને બંને પક્ષે સમાધાન કરાવ્યું
વડોદરા. , 11
સાસુ સસરા થી અલગ રહેવા માટે પરિણીતાએ સસરાને અસ્થમાની બીમારી હોવાથી મશીન ફેંકી દેતી હતી. સાસુને પણ માર મારતી હતી. વારંવાર ઝઘડો કરીને હેરાનગતિ કરતા આખરે ત્રસ્ત સાસુએ બનાવ અંગે વહુના પિયરને જાણ કરી હતી જેથી વધુ ઉશ્કેરાયેલી વહુએ સાસુને ગરદન દબાવીને માર મારતા આખરે સાસુએ બનાવ અંગે અભયમમાં ફરિયાદ નોંધાવી હતી. અભયમ ટીમે કાઉન્સિલિંગ કરીને બંને પક્ષે સમાધાન કરાવ્યું હતું.
પાદરા તાલુકાના લક્ષ્મીપુરા ગામમાં રહેતા એક સંયુક્ત પરિવારમાં શરૂઆતમાં તો સૌ શાંતિપૂર્ણ રીતે રહેતા હતા પરંતુ થોડા દિવસથી વહુને અલગ રહેવા જવાની ઈચ્છા થઈ હતી. જોકે આ બાબતે પતિએ અલગ રહેવા જવા માટે નો ઇનકાર કર્યો હતો. કારણ કે પતિના માતા પિતા વયો વૃદ્ધ અને બીમાર હોવાથી પતિએ સારવાર કરાવવા માટેનું જણાવીને અલગ રહેવા માટે ના પાડી હતી. જેથી ગુસ્સે ભરાયેલી પરિણીતા સસરા અસ્થમા ના દર્દી હોવાથી તેઓ મશીનનો ઉપયોગ કરે અથવા તો પતિ તેમના પિતા માટે દવા લાવે તો ઝઘડો કરતી હતી. મશીન પણ ફેંકી દેતી હતી .જેથી સસરાને પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. જ્યારે આ બાબતે સાસુ વચ્ચે બોલે તો તેમની સાથે પણ વહુ ઝઘડો કરતી અને માર પણ મારતી હતી. આ હેરાનગતિ દરમિયાન જ પરણીતાના કાકા આમંત્રણ આપવા માટે ઘરે આવ્યા હતા .જેથી સાસુએ વહુની કરતૂતો વિશે કાકાને જાણ કરી હતી.જેથી ગુસ્સે ભરાયેલી વહુએ કાકા ગયા બાદ સાસુને ગરદન પકડીને માર માર્યો હતો. જેથી સતત માનસિક શારીરિક ત્રાસથી પરેશાન સાસુએ બનાવ અંગે અભયમને જાણ કરી હતી .

જેથી અભયમ ટીમ ઘટના સ્થળે પહોંચીને વહુનો અસરકારક કાઉન્સિલિંગ કર્યું હતું અને જણાવ્યું હતું કે, સાસુએ તમારા વિશે વાત કરી એ તમને ના ગમ્યું હોય તો શાંતિ થી કહી શકાય કે મારા વિશે કોઈ પણ વાત મારા પિયર માં કરવી નહિ.પરંતુ મારપીટ કરવું એ યોગ્ય નથી.તમે ઘર ના વહુ છો.ઘર ના દરેક સભ્ય ની સંભાળ તમારે રાખવાની હોય તેના બદલે તમે મારપીટ કરો છો.વડીલો થી ભૂલ થાય તો માફી આપવી ના કે મારપીટ કરવી.અને માતાપિતાની દવા નો ખર્ચ દીકરો ઉપાડે છે તેઓ તેમની ફરજ બજાવે છે. અલગ રહેવાની ઈચ્છા હોય તો પ્રેમ થી અલગ થવું ઝઘડો કરી ને નહિ.જેથી પરિવાર સાથે આપણાં સંબધો જળવાય રહે તેવી માહિતી આપી હતી.

Most Popular

To Top