Entertainment

પ્રાચીને કોઈ પૂછતું નથી

ચી દેસાઈ ખોવાય ગઈ હતી. સુરતના નિરંજન દેસાઈ અને અમિતા દેસાઈની દિકરી અભિનેત્રી તરીકે મોટું નામ કરવાની ઈચ્છાએ ફિલ્મોમાં પ્રવેશેલી. એક્તા કપૂરે તેને ‘કસમ સે’ સિરીયલમાં બાની દિક્ષીત વાલિયાની ભૂમિકા આપેલી તેણે આ રીતે સ્મોલ સ્કિન પર થોડી ભૂમિકા કરી અને અભિષેક કપૂરની ‘રોક ઓન’માં તે ફરહાન અખતર, અર્જુન રામપાલ સાથે પહેલીવાર ફિલ્મમાં આવેલી. ત્યાર પછી તુષાર કપૂરની ‘લાઈફ પાર્ટનર બની. ખોટા હીરો સાથે ફિલ્મોમાં કામ કરવાનું તેણે આગળ વધાર્યું અને ‘વન્સ અપોન એ ટાઈમ ઈન મુંબઈમાં’ તે ઈમરાન હાશ્મી સાથે આવી. ‘બોલ બચ્ચન’ માં તેનો હીરો અભિષેક બચ્ચન હતો અને ‘આઈ મી ઓર મે’ માં જોહન અેબ્રાહમ અને ‘પોલીસગિરી’માં સંજય દત્ત. પ્રાચી છે બ્યુટીફુલ પણ તેની કારકિર્દીએ કદી ઊંચી ઊડાન ભરી જ નહીં. 2008થી ફિલ્મોમાં છે અને આજ સુધીમાં ફક્ત 13 ફિલ્મો આવી છે. પણ તેણે હજુ હાર નથી માની એટલે ‘સાયલન્સ 2: ધ નાઈટ ઓ બાર શૂટઆઉટ’માં આવી રહી છે. આ વખતે તેની સાથે મનોજ વાજપેયી છે. આ ફિલ્મ ‘સાયલન્સ: કેન યુ હિયર ઈટ?’ ફિલ્મની સિક્વલ છે. એ ફિલ્મમાં પણ મનોજ વાજપેયી અને પ્રાચી દેસાઈ જ હતા. હવે ઝી ફાઈવ પર રજૂ થનારી નવી ફિલ્મ પ્રાચીને આગળ લઈ જશે કે નહીં તેનું કુતુહલ રહેશે. મનોજ વાજપેયી છે એટલે ફિલ્મ તો સારી જ હશે પણ પ્રાચી માટે સારી પૂરવાર થશે કે નહીં તેનો ઈંતેજાર છે. રહસ્ય અને ઉત્તેજના ભરેલી ફિલ્મ છે અને પ્રાચી ઈન્સ્પેક્ટર સંજના ભાટિયાની ભૂમિકામાં છે. પ્રાચીમાં હવે કોઈ નવી શક્યતા તો દેખાતી નથી કારણ કે તેને ફિલ્મો જ મળતી નથી. તેની એક ‘કોશા’ નામની ફિલ્મ આવે છે જે 2020થી બનવી શરૂ થયેલી અને હજુ રજુ નથી થઈ. એ ફિલ્મમાં પ્રાચી સાથે અમિત ધવલે અને રુક્ષાસ જયસ્વાલ છે. આ ફિલ્મ ક્યારે રજૂ થશે તે ખબર નથી પડતી એટલે પ્રાચી માટે અત્યારે કોઈ ફિલ્મ નથી એમ કહેવાશે. કદાચ આ બધા જ કારણે તે ફરી ટી.વી. પર સક્રિય થવા માંગે છે ગયા વર્ષે તે એક તેલુગુ સિરીઝમાં આવી હતી. પ્રાચીને તેલુગુ ફિલ્મોમાં, તમિલ ફિલ્મોમાં પણ કોઈ કામ નથી મળતું એટલે ‘અઝહર’ ફિલ્મમાં અઝહરની પત્ની તરીકે યા ‘ફોરેન્સિક’માં વિક્રાંત મેસ્સી સાથે દેખાયેલી પ્રાચી હવે રાહ જુએ છે કે કારકિર્દીમાં શું નવું બનશે? હવે તે 35 વર્ષની તો થઈ છે હજુ લગ્ન પણ નથી કર્યાં. પ્રાચી શરૂઆતમાં આવી ત્યારે લોકોની નજરે ચડી હતી પણ હવે કોની નજરમાં છે તે ખબર નથી. •

Most Popular

To Top