World

ઈદના દિવસે પાકિસ્તાનના રસ્તાઓ ઉપર 4 લાખથી વધુ પ્રોફેશનલ ભિખારી ઉતર્યા

કરાચી: પાકિસ્તાનમાં (Pakistan) ઈદ (Eid) પર્વના નિમિત્તે બજારો ધમધમી રહ્યા છે, ત્યારે કરાચી શહેર એક અલગ મુશ્કેલીથી ઘેરાયુ જણાય છે. ઈદના અવસર પર કરાચીમાં (Karachi) ભિખારીઓની ભારે ભીડ જોવા મળી હતી. શહેરના વ્યસ્ત બજારો, મુખ્ય માર્ગો, ટ્રાફિક સિગ્નલ, શોપિંગ મોલ અને મસ્જિદોની બહાર દરેક જગ્યાએ લાખોની સંખ્યામાં ભિખારીઓ (Beggars) જોવા મળ્યા હતા. તેમજ કરાચીમાં ભિખારીઓની સંખ્યા ચાર લાખથી વધુ હોવાના અહેવાલ સામે આવ્યા છે.

એવા સમયે કે જ્યારે પાકિસ્તાનમાં તેલ અને ખાદ્યપદાર્થોની કિંમતો આસમાને છે, ત્યારે લોકો આ વ્યાવસાયિક ભિખારીઓથી કંટાળી ગયા છે જેઓ બજારોથી લઈને મસ્જિદ, મોલ, રસ્તાઓ સુધી દરેક જગ્યાએ જોવા મળી રહ્યા છે. સમગ્ર મામલે માહિતી આપતાં કરાચીના એડિશનલ ઇન્સ્પેક્ટર જનરલ ઇમરામ યાકુબ મિન્હાસે કહ્યું કે સ્થિતિ ચિંતાજનક છે. કરાચીમાં ચાર લાખથી વધુ વ્યાવસાયિક ભિખારીઓ એકઠા થયા છે. તેમજ હાલ કરાચી વ્યાવસાયિક ભિખારીઓ અને ગુનેગારો માટે મુખ્ય સ્થળ બની ગયું છે.

AIG મિન્હાસના જણાવ્યા અનુસાર સિંધના આંતરિક ભાગો, બલૂચિસ્તાન અને પાકિસ્તાનના અન્ય ભાગોમાંથી મોટી સંખ્યામાં લોકો કરાચીમાં ભીખ માંગવા આવ્યા છે. તેમજ કરાચીમાં અપરાધ ચિંતાનો વિષય બની રહ્યો છે. જેને અંકુશમાં લેવા માટે વધારાના કેમેરા લગાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેથી સાચા ગુનેગારો સુધી પહોંચી શકાય.

આંકડાઓ શું કહે છે?
કરાચી પોલીસના સત્તાવાર આંકડા દર્શાવે છે કે આ વર્ષે અત્યાર સુધીમાં શહેરના રસ્તાઓ પર 16,000 થી વધુ ગુનાઓ આચરવામાં આવ્યા છે. જ્યારે લોકો લૂંટનો વિરોધ કરી રહ્યા છે. તેમજ આરોપી) જાહેર રસ્તાઓ ઉપર પણ હત્યા કરી રહ્યા છે. માર્ચમાં આવા ગુનેગારોએ 16 લોકોની હત્યા કરી હતી. જ્યારે 2024માં 50થી વધુ લોકોની હત્યા કરવામાં આવી છે.

માત્ર રમઝાન દરમિયાન સ્ટ્રીટ ક્રાઈમમાં 19 નાગરિકોને નિશાન બનાવાયા હતા. સિંધ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અકીલ અહમદ અબ્બાસીએ તાજેતરમાં કાયદા અમલીકરણ એજન્સીઓને કરાચીમાં સ્ટ્રીટ ક્રાઈમને કાબૂમાં લેવા માટે આદેશ આપ્યા હતા. તેમજ પ્રાંતના અન્ય ભાગોમાં સુરક્ષા સુધારવા માટે ગુનેગારો, તેમના માસ્ટર્સ અને સહાયકો સામે કાર્યવાહી શરૂ કરવાનો આદેશ આપ્યો હતો.

સાઉદીની મસ્જિદમાંથી પાકિસ્તાની ખિસ્સાકાતરુ ઝડપાયા
થોડા મહિનાઓ પહેલા, હાજીના પોશાક પહેરેલા ડઝનેક કથિત પાકિસ્તાની ભિખારીઓને સાઉદી અરેબિયા જવાના વિમાનોમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને ભીખ માંગવા માટે ગલ્ફ કિંગડમમાં મુસાફરી કરવાનો પ્રયાસ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.

પાકિસ્તાની ભિખારીઓ ઝિયારતની આડમાં મધ્ય પૂર્વમાં જાય છે. વિદેશી પાકિસ્તાની સચિવ જીશાન ખાનઝાદાએ ગયા વર્ષે કહ્યું હતું કે મોટાભાગના લોકો ઉમરાહ વિઝા પર સાઉદી અરેબિયા જાય છે અને પછી ભીખ માંગવાનું શરૂ કરે છે. મક્કાની ગ્રાન્ડ મસ્જિદની અંદરથી પકડાયેલા મોટા ભાગના ખીસ્સાકાતરુઓ પાકિસ્તાની નાગરિકો છે.

Most Popular

To Top