Vadodara

વડોદરા શહેરની નામાંકિત  રેસ્ટોરન્ટ ગેલોર્ડમાં ગ્રાહકે મગાવેલા ઢોસામાં જીવડાં નીકળ્યા 

  • આરોગ્ય વિભાગને અપીલ કરતા રજાના દિવસે પણ તપાસ હાથ ધરવામાં આવી 
  • રેસ્ટોરન્ટના લાયસન્સ સહિતના દસ્તાવેજો તેમજ ખોરાકના નમૂના ચકાસવામાં આવ્યા 

વડોદરા શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા નામાંકિત ગેલોર્ડ રેસ્ટોરન્ટ ખાતે ગ્રાહકે નાસ્તામાં મંગાવેલા ઢોસામાં જીવાત નીકળતા હોબાળો મચાવ્યો હતો. ગ્રાહકે આરોગ્ય વિભાગને અપીલ કરતા આરોગ્ય વિભાગ દ્વારા રજાના દિવસે પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. 

રેલવે સ્ટેશન વિસ્તારમાં ગેલોર્ડ રેસ્ટોરન્ટ ખુબ જૂની અને જાણીતી છે. ગ્રાહકો ત્યાં હોંશે હોંશે નાસ્તો કરવા જાય છે. ગુરુવારના રોજ એક ગ્રાહક નાસ્તો કરવા પહોંચ્યો ત્યાં તેને ઢોસા ઓર્ડર કર્યા હતા. ઢોસા આવ્યા અને તેને જોતા તેમાં જીવાત જોવા મળી હતી. આ અંગે ગ્રાહકે રેસ્ટોરન્ટના સંચાલકને ફરિયાદ કરી હતી. જોકે ત્યાર બાદ આ બિન આરોગ્યપ્રદ ખોરાક અંગે ગ્રાહક દ્વારા આરોગ્ય વિભાગને પણ અપીલ કરવામાં આવી હતી જેના આધારે મનપાના આરોગ્ય વિભાગ દ્વારા રજાના દિવસે પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. ટીમ દ્વારા રેસ્ટોરન્ટના કિચનમાં ખોરાકના નમૂના પણ ચકાસ્યા હતા અને ત્યાર બાદ લાયસન્સ તેમજ અન્ય દસ્તાવેજોની પણ ચકાસણી કરવામાં આવી હતી. 

Most Popular

To Top