National

જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો પાછો મળશે- PM મોદી

નવી દિલ્હી: આ વખતની લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) ઘણી રીતે ખાસ છે. એક તરફ મોદી સરકાર ત્રીજી ટર્મ જીતવા માટે તનતોડ મહેનત કરી રહી છે તો બીજી તરફ કોંગ્રેસ (Congress) સહિત વિપક્ષી પાર્ટીઓ મોદી સરકારને (Modi Govt) પછાડવા માટે દિવસ-રાત કામ કરી રહી છે. હવે દેશભરમાં લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. તેમજ પ્રથમ તબક્કા માટે 19 એપ્રિલે મતદાન થવાનું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 12 એપ્રિલે જમ્મુના ઉધમપુર પહોંચ્યા હતા. અહીં જમ્મુ-કાશ્મીરના બીજેપી અધ્યક્ષે તેમનું મંચ પર સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધનની શરૂઆત કરી હતી. તેમજ વિપક્ષ ઉપર આકરા પ્રહાર કર્યા હતા. તેમજ કલમ 370ની પણ વાત કરી હતી.

અહીં વડાપ્રધાને કહ્યું, ભાજપની આ રેલી સામાન્ય જનતા તેમજ ભાજપના કાર્યકરોમાં નવી ઉર્જાનો સંચાર કરશે. તેમજ પ્રથમ વાર એવું બન્યું છે કે જમ્મુ અને કાશ્મીરમાં પથ્થરમારો અને ફાયરિંગ ચૂંટણીનો મુદ્દો નથી. પરંતુ અહીંનો વિકાસ જ અંતિમ ધ્યેય બન્યું છૈ.

જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં રેલીને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. વિપક્ષી પાર્ટીઓની ટીકા કરતા પીએમ મોદીએ કહ્યું કે તેઓ કહેતા હતા કે 370 હટાશો તો આગ લાગશે, જમ્મુ-કાશ્મીર અમને છોડી દેશે.

પરંતુ જમ્મુ-કાશ્મીરના યુવાનોએ તેમને અરીસો બતાવ્યો. હવે જુઓ જ્યારે તેઓ અહીં કામ ન કરતા હતા, ત્યારે જમ્મુ-કાશ્મીરના લોકોને તેમની વાસ્તવિકતા ખબર પડી, તો આ લોકો હવે જમ્મુ-કાશ્મીરની બહાર દેશના લોકોમાં ભ્રમ ફેલાવવાની રમત રમી રહ્યા છે. તેમનું કહેવું છે કે કલમ 370 નાબૂદ થવાથી દેશને કોઈ ફાયદો થયો નથી.

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે
વધુમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં પણ વિધાનસભાની ચૂંટણી યોજાશે. તેમજ જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો પાછો મળશે. અત્યાર સુધી જે કંઈ પણ થયું છે તે ટ્રેલર છે. હવે મારે નવા જમ્મુ અને કાશ્મીરનું નવું અને અદ્ભુત ચિત્ર બનાવવામાં વ્યસ્ત થવું પડશે.

તમારા આશીર્વાદથી કલમ 370 હટાવી: મોદી
પીએમ મોદીએ કહ્યું કે સત્તા ખાતર વિપક્ષે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370ની દિવાલ બનાવી હતી… તમારા આશીર્વાદથી મોદીએ કલમ 370ની દિવાલ તોડી નાખી છે. મેં આ દિવાલને પણ દફનાવી છે. તેમજ આ દિવાલનો કાટમાળ જમીનમાં દાટી દીધો છે. હું ભારતમાં કોઈપણ રાજકીય પક્ષ, ખાસ કરીને કોંગ્રેસને પડકાર આપું છું કે તેઓ અનુચ્છેદ 370 પાછી લાવશે તેવી જાહેરાત કરે. જો કોઇ પણ પક્ષ આવી જાહેરાત કરશે તો આ દેશ તેમની તરફ જોશે પણ નહીં.

Most Popular

To Top