Life Style

કેરીની આવી સિઝન મેંગો સ્ટિકિ રાઈસ, મેંગો ચિઝકેકના સુરતીઓ બન્યા દિવાના

હવે કેરીની સિઝન પુરબહાર ખીલી ઉઠી છે. આમ પણ કેરી એ ધરતી પરનું અમૃત ફળ ગણાય છે. કેરીની સિઝન આવતા જ તેનો રસ, મેંગો મિલ્કશેકનો ઉપાડ વધી જાય છે. સુરતીઓને તો મેંગો આઈસ્ક્રીમ પણ મોઢામાં પાણી લાવી દે છે. પણ અવનવા સ્વાદ માણવાનો શોખ રાખતા સુરતીઓ આ વખતે મેંગોની નવી નવી ડિશનો ટેસ્ટ લેવા રેસ્ટોરન્ટ, કેકશોપ, કાફેમાં ઘસારો કરી રહ્યા છે. મેંગો કઢી, મેંગો દાળ પણ અત્યારે ટ્રેન્ડિંગ છે. આ સાથે આકર્ષક નામો વાળી કઈ મૅગોથી બનેલી કેક, સ્મૂથી સુરતીઓને ગરમીના આ દિવસોમા આકર્ષિત કરી રહી છે તે જાણીએ.

બ્લ્યુબેરી મેંગો ગાટો કેક દેખાવે છે આકર્ષક અને સ્વાદમાં છે યમ્મી
આ એકદમ સ્પંજી કેક છે. બ્લુબેરી ફ્રુટ આમ પણ ફિટનેસ માટે અવેર રહેતા લોકો ખૂબ પસંદ કરે છે. અને આ ફ્રુટ દેખાવે પણ આકર્ષક હોય છે. તેની સાથે ગરમીનું સ્વાદિષ્ટ ફળ મેંગોનું કોમ્બિનેશન કેકને લાજવાબ ટેસ્ટ આપે છે. સ્વાદ શોખીન સુરતીઓ નવું નવું ટ્રાય કરવામાં માને છે એટલે તેઓ આ કેકનો પણ સ્વાદ કાફે અને પેસ્ટ્રી શોપ પર લઈ રહ્યા છે.
મેંગો સ્ટિકી રાઈસ સુરતીઓની મનપસંદ મીઠાઈ બની
આ એક થાઇ સ્વીટ છે જેને ‘ખાઓ નિઓ મા મુઆંગ’ કહેવાય છે. સ્ટિકી ચોખાને નારિયેળના દૂધ સાથે બનાવાય છે અને તેને કેરીના ટુકડા સાથે સર્વ કરાય છે. તેમાં મીઠું પણ હોય છે અને શેકેલા તલ પણ હોય છે. તે ખૂબ જ સ્વીટ હોવાથી જે લોકોને ગળ્યું ભાવે છે તેવા સુરતીઓ આ થાઇ ડિશના દિવાના થઈ રહ્યા છે. તે પારંપરિક રીતે કેળાના પત્તા પર પીરસવામાં આવે છે. આ ડીશ દેખાવે પણ ખૂબ આકર્ષક લાગે છે.
બાળકોને ભાવી રહી છે મેંગો ચિઝકેક
સુરતમાં વિવિધ ચીઝ કેક્સ ઘણા વખતથી મળે છે. હમણાં થોડાક સમય પહેલાં જ સુરતીઓ સ્ટ્રીટ ફૂડ તરીકે ચિઝકેકનો સ્વાદ માણતા જોવા મળતા હતા. ચિઝકેક ખાસ્સી ટ્રેંડમાં છે. તેમાં હવે મેંગોનો ટેસ્ટ એડ કરાયો છે. આમ પણ ગરમીમાં કેરી તો ખૂબ ખવાઈ રહી છે. તે સાથે હવે કેક શોપ પર મેંગો ચીઝ કેકની ખૂબ ડિમાન્ડ જોવા મળી રહી છે. તેમાં મેંગોની સાથે બિસ્કિટ, માખણ, સુગર હોય છે. નાના બાળકો અને મોટેરાઓ
મેંગો પપૈયા સ્મૂધી પોષક તત્વોથી ભરપૂર હોય છે
પપૈયા અને કેરી બંનેનું ગરમીમાં ખાસ્સું સેવન કરાય છે. તે બંને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. એટલે સ્વાસ્થ્ય પ્રતિ અવેર લોકો આ સ્મૂથી પસંદ કરી રહ્યા છે. તેમાં નારિયેળનું દૂધ અને કેળા પણ એડ કરાતા હોય છે. સુરતના કેફમાં તેનો ફિટનેસ પ્રેમી યંગસ્ટર્સમાં ખૂબ ટ્રેન્ડ દેખાઇ રહ્યો છે. પણ તેનો હાલમાં ખુબ ટેસ્ટ લઇ રહ્યા છે.

Most Popular

To Top