Vadodara

વડોદરા : ઇવેન્ટ માટે ભાડે જોઇએ છે તેમ કહી બે ગઠિયા 5.25 લાખના કેમેરા લઇ ગયાં

સિક્યુરિટી પેટે આપેલા ચેક અને આધારકાર્ડ પણ બનાવટી નીકળ્યાં

સયાજીગંજમાં દુકાન ધરાવતા વેપારીએ બે ઠગ સામે ફરિયાદ નોંધાવી

પ્રતિનિધિ વડોદરા તા.12

પારુલ યુનિવર્સિટીમાં ઇવેન્ટ માટે શુટિંગ કેમેરા શુટિંગ માટે ભાડે જોઇએ છે તેમ કહીને બે શખ્સો સયાજીગંજની દુકાનમાંથી બે મોંઘા કેમેરા લઇ ગયા હતા.પરંતુ તેઓએ દુકાનમાં પરત કેમેરા જમા નહી કરાવીને સંચાલક સાથે 5.25 લાખની ઠગાઇ આચરી હતી. સિક્યુરિટી પેટે આપેલા ચેકની ચકાસણી કરતા બોગસ નીકળ્યા હતા. જેથી વેપારીએ બંને ઠગો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.   

વડોદરા શહેરના તાંદલજા રોડ પર શબાનાપાર્કમાં રહેતા આમીર અબ્બાસ વોરા પટેલ સયાજીગંજ ખાતે દર્શનમ એવન્યુમાં ડીએસએલઆરએસ વાલા નામની કેમેરા લાઇટ ઓડિયો સહિતના ઇલેક્ટ્રોનિક સાધનો શુભ પ્રસંગમાં ભાડેથી આપવાનો ધંધો કરે છે ગત 6 એપ્રિલના રોજ તેઓ હાજર હતા તે દરમિયાન રાત્રીના સમયે બે લોકો તેમની દુકાન પર આવ્યા હતા અને તેમને જણાવ્યું હતું કે પારૂલ યુનિવર્સિટીમાં ઇવેન્ટ છે અને તેમને બે કેમેરા શુટિંગ માટે જોઇએ છે. જેથી દુકાનમાં હાજર સૌરભ સોલંકીને તેમને ઉપરના માળે લઇ ગયા હતા તેજસ હિતેશ પ્રજાપતિ પાસે આધારકાર્ડની માગણી કરી હતી ત્યારે તેણે સિક્યુરિટી પેટે ચેક આપીને બે કેમેરા ભાડે લઇ ગયા હતા અને 7 એપ્રિલે રાત્રીના નવ વાગે કેમેરા પરત કરવાના હતા પરંતુ તેઓએ પરત જમા નહી કરાવીને લઇ જતા રહ્યા હતા. ત્યારબાદ તેજસે ફોન કરીને વધુ એક કેમેરાની માગણી કરી માંડવા ખાતે આપી જાવ કહેતા તેમને દુકાને બોલાવતા ફોન કાપી નાખ્યો હતો. જેથી તેઓ ઓનલાઇન આધારકાર્ડ તથા ચેકની તપાસ કરાવતા બંને દસ્તાવેજ ખોટા હોવાનું જણાયું હતું. તેજસે કેમેરા જમા નહી કરાવી રૂ.5.25 લાખની છેતરપિંડી આચરી હતી. જેથી વેપારીએ તેજસ પ્રજાપતિ તથા આશિષ નિતિશકુમાર મકવાણા સામે ઠગાઇની સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Most Popular

To Top