Dakshin Gujarat

ઉંભેળની હોટલમાં જમ્યા બાદ ગ્રાહકે થાય તે કરી લો રૂપિયા નથી આપવાના કહી ચપ્પુ મારી દીધું

કામરેજ(Kamrej): ઉંભેળ (Umbhel) હોટલમાં (Hotel) જમ્યા બાદ ત્રણ ઈસમ કાઉન્ટર પર વધેલા શાકના રૂપિયા બાબતે માથાકૂટ કરી કાઉન્ટર પર બેસેલા એકને ચપ્પુના ત્રણ ઘા મારી દેતાં રસોઈયાએ રસોડામાંથી મરચાંની ભૂકી લાવી ત્રણેય ઈસમ પર નાંખી દેતાં બાઈક લઈને નાસી છૂટ્યા હતા.

  • કાઉન્ટર પર બેસેલા એકને જમવા આવેલા ત્રણ ઈસમે માર મારી હુમલો કર્યો
  • રસોઈયાએ મરચાંની ભુકી નાંખી જીવ બચાવ્યો

મૂળ રાજસ્થાનના બાડમેરના ચાડોકીઢણી ગામના વતની અને હાલ કામરેજના ઉંભેળ ગામે મહાદેવ હોટલમાં રહેતા કુસારામ મોમતારામ પ્રજાપતિ રસોઈ બનાવવાનું કામ કરે છે. ત્રણ દિવસ અગાઉ મોડી રાત્રે 12.30 કલાકે હોટલ પર જમવા માટે આવ્યા હતા.

જમ્યા બાદ ત્રણેય ઈસમ હોટલના કાઉન્ટર પર બેસેલા ગણપતરામ પાસે જમવા માટે આપેલા ઓર્ડરમાં વધેલા શાકના બિલ માટે તકરાર કરવા લાગ્યા હતા. શાકનો આર્ડર આપ્યો હોવાથી શાકના રૂપિયા આપવા પડશે તેમ કહેતાં ત્રણમાંથી એક ઈસમે રૂપિયા નથી આપવાના.

થાય તે કરી લો તેમ કહી ગણપતરામ સાથે બોલાચાલી કરતાં રસોડામાંથી કુસારામ બહાર કાઉન્ટર પર આવતાં એક ઈસમે કમરના પાછળના ભાગે સંતાડેલું ચપ્પુ કાઢી જમણા પગના પર મારી દીધું હતું. કાઉન્ટર પર બેસેલા ગણપતરામ છોડાવવા વચ્ચે પડતાં મારામારી કરવા લાગ્યા હતા.

ગણપતરામને પણ ચપ્પુના બેથી ત્રણ ઘા મારી દીધા હતા. બીજા ઈસમો હોટલની બહારથી પથ્થર લાવી હોટલમાં મૂકેલા ફ્રીઝને તોડી નાંખ્યું હતું. કુસારામે રસોડામાંથી મરચાંની ભૂકી લાવી ત્રણેય ઈસમ પર ફેંકી દેતાં ત્રણેય બાઈક લઈને નાસી છૂટ્યા હતા. ગણપતરામને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. બાદ કામરેજ પોલીસમથકમાં કુસારામે ત્રણેય અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોંધાવી હતી.

Most Popular

To Top