Madhya Gujarat

છોટાઉદેપુરમાં બળદ છોડવા ગયેલી યુવતીનું વીજળી પડતાં મોત

છોટાઉદેપુર: છોટા ઉદેપુર પંથકમા અચાનક વાવાઝોડા સાથે વરસાદ થતાં વીજળી પડતાં એક યુવતીનું મોત થયું હતું.

છોટા ઉદેપુર પંથકના રાઠ વિસ્તારમાં ગુરુવારની સાંજે એકાએક પવન સાથે કમોસમી વરસાદ થતા ભારે અફડાતફડી નો માહોલ સર્જાયો હતો. એક તરફ પંથકમાં લગ્નસરા નો માહોલ જામેલો છે અને એકાએક ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસતા લગ્ન માં ભંગ પાડ્યો હતો.
કમોસમી વરસાદ થતા મોટા રામપુરા ગામે વીજળી પડતાં બળદ છોડવા ગયેલી 21 વર્ષ ની યુવતી નીતાબેન નું મોત નીપજ્યું હતું. કમોસમી વરસાદ થતા ભારે પવન ફુંકાતા યુવતી બળદ છોડવા ગઈ હતી અને એકાએક વીજળી પડતાં તેમનું મોત નિપજ્યું હતું.

Most Popular

To Top